Not Set/ દિલ્હીમાં ACB નો હવાલો લેફ્ટનન્ટ પાસે રહેશે,અમુક ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ટ્રાન્સફર કરી શકશે આપ સરકાર

દિલ્હી, દિલ્હી સરકાર વિરુદ્ધ ઉપરાજ્યપાલ મામલામાં આખરે  સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો આપી દીધો છે.દિલ્હીમાં અધિકારીઓની બદલીથી લઇને એન્ટી કરપ્શન બ્યુરોના ચાર્જ કોની પાસે રહેશે તે અંગે જસ્ટીસ એકે સિકરી અને જસ્ટીસ અશોક ભુષણે પોતાનો ચુકાદો આપ્યો હતો. બંને જસ્ટીસના ચુકાદા પ્રમાણે દિલ્હીમાં હવે એન્ટી કરપ્શન બ્યુરોના ચાર્જ લેફ્ટનન્ટ ગવર્નર(એલજી) પાસે રહેશે.ભુષણે કહ્યુ છે કે તમામ […]

Top Stories India
ff 8 દિલ્હીમાં ACB નો હવાલો લેફ્ટનન્ટ પાસે રહેશે,અમુક ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ટ્રાન્સફર કરી શકશે આપ સરકાર

દિલ્હી,

દિલ્હી સરકાર વિરુદ્ધ ઉપરાજ્યપાલ મામલામાં આખરે  સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો આપી દીધો છે.દિલ્હીમાં અધિકારીઓની બદલીથી લઇને એન્ટી કરપ્શન બ્યુરોના ચાર્જ કોની પાસે રહેશે તે અંગે જસ્ટીસ એકે સિકરી અને જસ્ટીસ અશોક ભુષણે પોતાનો ચુકાદો આપ્યો હતો.

બંને જસ્ટીસના ચુકાદા પ્રમાણે દિલ્હીમાં હવે એન્ટી કરપ્શન બ્યુરોના ચાર્જ લેફ્ટનન્ટ ગવર્નર(એલજી) પાસે રહેશે.ભુષણે કહ્યુ છે કે તમામ અધિકારી કેન્દ્ર સરકારના ડોમેન હેઠળ આવે છે. આખરે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં સર્વિસેઝના અધિકારના મામલાને મોટી બેંચને મોકલી દેવાનો નિર્ણય કર્યો હતો.

જસ્ટીસ સીકરીએ કહ્યુ હતુ કે જોઇન્ટ સેક્રેટકી અને ઉપરના અધિકારીઓની ટ્રાન્સફર તેમજ પોસ્ટીંગ એલજી કરશે. જ્યારે ગ્રેડ૩ અને ચારના અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ મુખ્યધાનની ઓફિસ દ્વારા કરવામાં આવનાર છે. જો કોઇ મતભેદ રહેશે તો મામલો રાષ્ટ્રપતિની પાસે પહોચશે. બે જજની બેચમાં સામેલ રહેલા જસ્ટીસ અશોક ભુષણે કહ્યુ હતુ કે સર્વિસેઝ કેન્દ્રની પાસે રહેશે.

બંને જજ બાકી મામલામાં સહમત રહ્યા હતા. બંને જજ બાકી મામલામાં સહમત દેખાયા હતા. નિર્ણય  હેઠળ સ્પેશિયલ પબ્લીક પ્રોસિક્યુટરની નિમણૂંકનો અધિકાર દિલ્હીની સરકારની પાસે રહેશે.

જ્યારે એન્ટી કરપ્શન બ્રાન્ચ લેફ્ટનન્ટ ગવર્નર હેઠળ કામ કરનાર છે. કારણ કે પોલીસ કેન્દ્રની પાસે રહેશે. રેવેન્યુ પર એલજીની મંજુરી લેવાની રહેશે. ઇલેક્ટ્રિસિટી  મામલામાં ડાયરેક્ટરની નિમણૂંક મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવનાર છે.

સરકારી અધિકારીઓની નોકરીને લઇને સુપ્રીમ કોર્ટે કહ્યુહતુ કે ગ્રેડ-૧ અને ગ્રેડ-૨ના અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ કેન્દ્ર સરકાર કરનાર છે. જ્યારે વિજળી વિભાગના ટ્રાન્સફર, પોસ્ટિંગ અને વીજળીના દર દિલ્હી સરકાર નક્કી કરનાર છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે જમીન સાથે જાડાયેલા મામલા દિલ્હી સરકારના નિયંત્રણમાં રહેશે. દિલ્હી સરકારને રાહત મળી છે કે જમીનોના સર્કિલ મુખ્યપ્રધાનની ઓફિસના કન્ટ્રોલમાં રહેશે.