Not Set/ લોકસભા ચુંટણી 2019: ઉન્નાવમાં ગ્રામજનોએ કરી ચૂંટણી બહિષ્કારની ઘોષણા

નવી દિલ્હી, લોકસભાનાં સૌથી મોટા પર્વની ઉજવણી માટે મતદારો તૈયારી થઇ ગઇ છે. લોકસભાનાં ચોથા ચરણની 72 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયુ છે. આ બેઠકોમાં ઉત્તર પ્રદેશની 13, માહારાષ્ટ્રની 17, મધ્ય પ્રદેશ અને ઓડિશાની 6, પશ્ચિમ બંગાળની 8, રાજેસ્થાનની 13, બિહારની 5 અને ઝારખંડની 3 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરની અનંતનાગ બેઠક […]

Top Stories India Trending

નવી દિલ્હી,

લોકસભાનાં સૌથી મોટા પર્વની ઉજવણી માટે મતદારો તૈયારી થઇ ગઇ છે. લોકસભાનાં ચોથા ચરણની 72 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયુ છે. આ બેઠકોમાં ઉત્તર પ્રદેશની 13, માહારાષ્ટ્રની 17, મધ્ય પ્રદેશ અને ઓડિશાની 6, પશ્ચિમ બંગાળની 8, રાજેસ્થાનની 13, બિહારની 5 અને ઝારખંડની 3 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરની અનંતનાગ બેઠક પર પણ મતદાન જારી છે. અનંતનાગ બેઠક પર 3 તબબકામાં મતદાન કરાવવામાં આવી રહ્યું છે. ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓ માટે આ તબબકો ઘણો મહત્વપૂર્ણ છે. કેમ કે 2014 ની લોકસભા ચૂંટણીમાં 72 માંથી 56 બેઠકો તેઓએ જીતી હતી. બીજી બચેલી 16 બેઠકો પર કોંગ્રેસને જીત મળી હતી.જયારે બાકી બેઠકો તૃણમૂલ કોંગ્રેસ (6) અને બીજદ (6) જેમ વિપક્ષ પક્ષોના ખાતામાં ગઈ. ચોથા તબક્કામાં પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ સલમાન ખુર્શીદ, શ્રીપ્રકાશ જૈસવાલ, યુપી કેબિનેટ મંત્રી સત્યદેવ પંચૌરી, એસપીના ડિમ્પલ યાદવ, સાક્ષી મહારાજ અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ કમ્યુનિટિનાં અધ્યક્ષ રામશંકર કથરિયા જેવા રાજકીય નેતાઓનું પ્રતિષ્ઠા છે.

પશ્ચિમ બંગાળની 8 બેઠક પર પણ સવારથી મતદાન શરૂ થઈ ગયુ છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ EVMમાં ખામી સર્જાઈ. શાંતિપુરમાં એક મતદારના ઘરની સામે દેશી બોમ્બ જપ્ત કરાયો. અગાઉના તબક્કામાં બંગાળમાં આ પ્રકારની હિંસાના સમાચાર આવી રહ્યા છે.

ભાજપના નેતા બાબુલ સુપ્રીયોની કારમાં ટોળાએ તોડફોડ કરી હતી.બાબુલ સુપ્રીયોએ ટીએમસીના કાર્યકરો પર આરોપ લગાવ્યો હતો.

બંગાળના આસનસોલમાં આજે મતદાન થઈ રહ્યુ છે. BJP અને TMCના સમર્થકો અહીં સામ-સામે આવી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આસનસોલ લોકસભાની પાંડાબેશ્વર વિધાનસભામાં આ હિંસા થઈ રહી છે. ભાજપ કાર્યકર્તા અહીં સતત નારેબાજી કરી રહ્યા છે. જેની પર સ્થાનિક પોલીસે લાઠીચાર્જ કર્યો હતો

મુંબઇના બાન્દ્રા વિસ્તારમાં સ્થિત હાઇ સ્કુલમાં બનાવામાં આવેલ મતદાન મથકમાં બોલીવુડ અભિનેતા આમિર ખાન અને તેમની પત્ની કિરણ રાવ સાથે મતદાન કર્યું હતું. બંને યુવાનો અને અન્ય મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી.

ચૂંટણી પંચ જશે ભાજપ

પશ્ચિમ બંગાળના આસનસોલમાં અથડામણના મુદ્દા ભાજપ ચૂંટણી પંચના સામે જશે. પાર્ટીનું એક ડેલીગેશન આજે દિલ્હીમાં ચૂંટણી પંચની ઑફિસમાં જશે અને બંગાળની સ્થિતિ પર તેની માંગ રાખશે

ઉન્નાવમાં ગ્રામજનોએ કરી બહિષ્કારની ઘોષણા, કહ્યું કે, નેતાઓએ આપ્યો ધોખો

લોકસભાની ચૂંટણી 2019:

આ 6 સ્ટેપ્સથી ઘરે બેઠા ડાઉનલોડ કરો તમારી Voter Slip

મુંબઈ

HDFC બેન્કના ચેરમેન દીપક પારેખે મતદાન કર્યું

યુપીમાં 9 વાગ્યા સુધીની મતદાન ટકાવારી

શાહજહાંપુરમાં 11.22 ટકા,

ખીરીમાં 11.70 ટકા

હરદોઇમાં 11.30 ટકા,

મિશ્રિખમાં 8.70 ટકા,

ઉન્નાવમાં 10.67 ટકા,

ફારુખાબાદમાં 11.43 ટકા,

ઇટાવામાં 7.85 ટકા,

કન્નૌજમાં, 8.48%

કાનપુરમાં 8.10 ટકા,

અકબરપુરમાં, 8.40 ટકા,

જાલૌનમાં 7.80 ટકા,

ઝાંસીમાં 10.20 ટકા

હમીરપુરમાં 10.40 ટકા મતદાન

મધ્યપ્રદેશ

શહડોલમાં 90 વર્ષીય મહિલાએ મતદાન મથક નંબર 153 મતદાન કર્યું હતું.

9 વાગ્યા સુધી 10.27 ટકા મતદાન

ઉત્તર પ્રદેશ -9 .72 ટકા
બિહાર- 10.76 ટકા
મધ્યપ્રદેશ – 11.39 ટકા
પશ્ચિમ બંગાળ -16.61 ટકા
મહારાષ્ટ્ર -6.29 ટકા
ઓડિશા – 8.34 ટકા
ઝારખંડ – 12 ટકા
જમ્મુ કાશ્મીર- 0.68 ટકા
રાજેસ્થાન – 12.26 ટકા

વીરભમ અને આસનસાલ જેવા વિસ્તારોમાં હિંસા હોવા છતાં, આ સમય, છેલ્લા ત્રણ તબક્કાની જેમ, આ વખતે પણ બંગાળમાં ઝડપી મતદાન થયું છે.

આસનસોલથી ભાજપના હાલના સાંસદ બાબુલ સુપ્રિયો અને ટીએમસીના અભિનેત્રી મુનમુન સેન ઉમેદવાર છે. આ અથડામણ વચ્ચે ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોએ આરોપ લગાવ્યો હતો કે તેની કાર પર હુમલો થયો હતો. ટીએમસીના લોકો પર આરોપ મૂકતા તેમણે કહ્યું કે તેઓ સવારથી વિવિધ મતદાન મથકમાં જય રહ્યા છે, પરંતુ તેઓ જમુઆમાં ઘેરવામાં આવ્યા હતા. તેમની કાર પર હુમલો થયો અને લોકોએ કારણ કાચતોડી દીધા.

પશ્ચિમ બંગાળ

આસનસોલથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી બાબુલ સુપ્રિયોની કાર પર હુમલો.

જમ્મુ કાશ્મીર

અહીં, જમ્મુ-કાશ્મીરના અનંતનાગ લોકસભા બેઠક માટે કુલગામ જિલ્લામાં મતદાન ચાલુ છે.

ઉત્તર પ્રદેશ

કન્નૌજ લોકસભા બેઠકના મતદાન કેન્દ્ર નંબર 35 અને 435 પર EVM ખોટકાતા મતદાન શરૂ કર્યું નથી. મતદારો લાંબી કતારમાં ઉભા છે.

9 વાગ્યા સુધીમાં બિહારમાં થયું આટલું મતદાન

દરભંગા- 8.90%

ઉજીયારપુર -6.78%

સમમસ્તીપુર – 6.89%

બેગૂસરાય- 0.70%

મુંગર -11.30%

મુંબઈ

બાંદ્રામાં ટાઇગર શ્રોફે મતદાન કર્યું.

બંગાળ

આસનસોલમાં વૃદ્ધ મતદારોને બૂથ સુધી લઈને જવામાં સુરક્ષાકર્મી મદદ કરી રહ્યા છે.

પશ્ચિમ બંગાળ

આસનસોલ લોકસભા બેઠકના જેમુઆમાં મતદાન કેન્દ્ર નંબર 222 અને 226 પર કેન્દ્રિય દળોનું તૈનાત ન હોવાના કારણે લોકોએ મતદાનનું બહિષ્કાર કર્યો છે. સવારે લગભગ 09:45 સુધી મતદાન અટક્યું છે અને મતદાતા પ્રદર્શન કરી રહ્યા છે.

ઉન્નાવ માં સાક્ષી મહારાજે લાઈન તોડી મતદાન કર્યું.

મહારાષ્ટ્ર:

મુંબઈના વર્લી સી ફેસ વિસ્તારમાં એક વૃદ્ધ દંપતી મતદાન કરવા પહોંચ્યા.

https://twitter.com/ANI/status/1122690563344519168

મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી વિનોદ તાવડેએ પત્ની અને દીકરી સાથે મતદાન કર્યું હતું

લોકસભા ચૂંટણી 2019 ના ચોથો તબક્કો: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે છિંદવાડાના શિકારપુરમાં પોલિંગ બૂથ નંબર 17 પર મતદાન કર્યું.

ઉર્મિલા માતોંડકર મતદાન કર્યું

મહારાષ્ટ્ર: મુંબઈના મલાડ વેસ્ટમાં પોલિંગ બૂથ નંબર 162 માં ઇવીએમમાં ખરાબીના કારણે મતદાન પ્રક્રિયા અટકી.

બિહારના બેગૂસરાય બેઠકથી બીજેપી ઉમેદવાર ગિરિરાજ સિંહએ મતદાન કર્યું

વોટિંગમાં ફિલ્મી સ્ટાર્સ પણ આગળ મુંબઈની 6 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.સાવરથીજ ઘણા ફિલ્મી કલાકારો માયાગરીમાં મતદાન કરવા પહોંચી રહ્યા છે. અભિનેત્રી રેખા થી લઈને પ્રિયંકા ચોપરા, પરેશ રાવલ, રવિકિશને મતદાન કર્યું છે. કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માતોંડકર મુંબઈ નોર્થ (ઉત્તર) લોકસભા બેઠકથી ચૂંટણી મેદાનમાં છે જ્યાં તેમની ટક્કર ભાજપના વર્તમાન સાંસદ ગોપાલ શેટ્ટીથી છે.

યુપીની ગોરખપુર લોકસભા બેઠકથી ભાજપ ઉમેદવાર રવિ કિશન મતદાન માટે મુંબઈના ગોરેગાંવમાં એક પોલિંગ બૂથ પર લાંબી કતારમાં ઉભા રહી મતદાન કર્યું.

મુંબઈ: પેદ્દાર રોડ સ્થિત પોલિંગ બૂથ નંબર 40 અને 41 માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે મતદાન કર્યું.


બેગૂસરાયથી CPI પ્રત્યાશી કૈન્હયા કુમાર મતદાન માટે મતદાન બૂથ પર પહોંચ્યા અને કર્યું મતદાન

બીજેપી સાંસદ અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલે પત્ની સ્વરૂપ સંપત સાથે પહોંચ્યા મતદાન કેન્દ્ર આપ્યો પોતાનો મત.

એક્ટ્રેસ રેખાએ બાંદ્રા મતદાન મથક 283 પર પોતાનો મત આપ્યો..

અનિલ અંબાણીએ કર્યું મતદાન

કન્નૌઝમાં ઇવીએમ ખોટકાયું

સપાસમાજવાદીએ ટ્વિટ કરી કન્નૌઝનાં ઘણા પોલિંગ બૂથ પર ઇવીએમમાં ગડબડીની ફરિયાદ ચૂંટણી કમિશન છે.

પીએમ મોદીએ ટ્વિટ કરી જનતાને વધુ વોટિંગ કરવાની અપીલ કરી