અફઘાનિસ્તાન/ ભારત અફઘાનિસ્તાનથી આવતા લોકોને આપી શકે છે આશ્રય

અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ ખૂબ ઝડપથી બગડી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અફઘાનિસ્તાનથી ભાગી છુટેલા અફઘાન નાગરિકોને ભારત આશ્રય આપી શકે છે.

Top Stories Uncategorized
zoom 4 ભારત અફઘાનિસ્તાનથી આવતા લોકોને આપી શકે છે આશ્રય

તાલિબાનનો વધતો ખતરો જોઈને, મોટી સંખ્યામાં અફઘાન નાગરિકો અફઘાનિસ્તાનથી ભારત આવવા માંગે છે. તાલિબાન તરફથી વધતા ખતરાને જોતા અફઘાનિસ્તાનથી ભારતમાં વિઝાની અરજીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારી સૂત્રોએ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અફઘાનિસ્તાનની સ્થિતિ ખૂબ જ ઝડપથી બગડી રહી છે, તેથી ભારત સરકાર અફઘાનિસ્તાનથી ભાગી ગયા બાદ ભારતમાં આવતા અફઘાન નાગરિકો ને આશ્રય આપી શકે છે. ભારત સરકાર આ અંગે સકારાત્મક વિચાર કરી રહી છે.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું છે કે તાલિબાન સામે લડવામાં આવશે અને બળજબરીથી બાકીના દેશ પર કબજો જમાવવા દેવામાં આવશે નહીં. એટલું જ નહીં ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રમુખ પદ પર તાલિબાન સામે કડક વલણ અપનાવ્યું છે.

એટલું જ નહીં, ટૂંક સમયમાં અફઘાનિસ્તાનની વિનંતી પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બીજી બેઠક બોલાવી શકાય છે. દેખીતી રીતે, અફઘાનિસ્તાન ભારતનો મિત્ર દેશ છે અને કટોકટીની આ ઘડીમાં ભારત કોઈ પણ રીતે અફઘાનિસ્તાનના નાગરિકો નો ટેકો છોડવા માંગતો નથી.

તાલિબાને શનિવારે વહેલી સવારે કાબુલના દક્ષિણમાં એક પ્રાંતનો કબજો મેળવ્યો અને દેશના ઉત્તરમાં મહત્વના શહેર મઝાર-એ-શરીફ પર સર્વાંગી હુમલો કર્યો. અમેરિકાને અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણપણે ખસી જવા માટે ત્રણ સપ્તાહથી પણ ઓછો સમય બાકી હોવાથી તાલિબાનોએ ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ અફઘાનિસ્તાનના મોટા ભાગનો કબજો મેળવી લીધો છે. આ કારણે, ભય વધી ગયો છે કે તાલિબાન ફરીથી અફઘાનિસ્તાન પર કબજો કરી શકે છે અથવા દેશમાં ગૃહ યુદ્ધની સ્થિતિ ઉભી થઈ શકે છે.

શરણ / કેનેડા સરકાર અફઘાનિસ્તાનના 20 હજાર નાગરિકોને શરણ આપશે

આખરે કિંગફિશર વેચાયુ / હવે માલ્યાની કઇ મિલ્કત મહારાષ્ટ્ર સરકારે વેચી જાણો..