Not Set/ પરસેવો વધે તેવા ન્યૂઝ,ચોમાસુ હજુ અઠવાડિયું લંબાશે

મુંબઇ, હાલ કાળઝાળ ગરમીમાં શેકાતા દેશવાસીઓને વધુ પરસેવો પડે તેવા સમાચાર મોસમ વિભાગ તરફથી આવી રહ્યા છે.દક્ષિણ-પશ્ચિમથી દેશમાં આવતું ચોમાસું કેરળમાં તેના નિશ્ચિત સમય 1લી જૂનથી પાંચ દિવસ મોડા આવવાનો અંદાજ હતો પરંતુ હવામાન વિભાગે બુધવારે જણાવ્યું કે હવે તે વધારે બે દિવસ મોડું કેરળ પહોંચી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે કેરળમાં ચોમાસું હવે […]

Top Stories India

મુંબઇ,

હાલ કાળઝાળ ગરમીમાં શેકાતા દેશવાસીઓને વધુ પરસેવો પડે તેવા સમાચાર મોસમ વિભાગ તરફથી આવી રહ્યા છે.દક્ષિણ-પશ્ચિમથી દેશમાં આવતું ચોમાસું કેરળમાં તેના નિશ્ચિત સમય 1લી જૂનથી પાંચ દિવસ મોડા આવવાનો અંદાજ હતો પરંતુ હવામાન વિભાગે બુધવારે જણાવ્યું કે હવે તે વધારે બે દિવસ મોડું કેરળ પહોંચી શકે છે.

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે કેરળમાં ચોમાસું હવે 8 જૂને પહોંચી શકે છે, જે તેના નિર્ધારિત સમયથી એક અઠવાડિયું મોડું છે.અગાઉ ચોમાસુ 1થી 4 જુનની આસપાસ આવવાનો અંદાજ હતો પણ હવે ચોમાસુ લંબાઈ જશે.

કેરળમાં ચોમાસું મોડું પહોંચવાના પરિણામે દેશના દક્ષિણ અને મધ્ય ભાગોમાં પણ તેની અસર જોવા મળશે.દેશના અન્ય ભાગોમાં ચોમાસુ પહોંચતા 45 દિવસ થશે.

હવામાન ખાતાના વડા ડિ. શિવાનંદા પાઈએ કહ્યું, ચોમાસું દેશના મધ્ય અને દક્ષિણના ભાગોમાં તેની નિશ્ચિત સમયથી પાંચથી સાત દિવસ મોડું પહોંચી શકે છે. હાલમાં મધ્ય ભારતમાં ચોમાસું ક્યારે પહોંચશે તે કહેવું થોડું ઉતાવળ ભર્યું હશે. પરંતુ સમગ્ર દેશમાં જૂન મહિના દરમિયાન વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાનો અંદાજ છે.

આ પહેલા પ્રાઈવેટ હવામાન કંપની સ્કાયમેટે પણ પહેલા 4 જૂને ચોમાસું આવવાની જાહેરાત કરી હતી અને પછી આગાહીને 7 જૂને વરસાદની આગાહી કરી છે.