Not Set/ ઉત્તર પ્રદેશ,ગુજરાત બાદ હવે માયાનગરી મુંબઈમાં ભભૂકી આગ, બચાવ કામગીરી શરૂ

સોમવાર સવારથી દેશભરના વિવિદ પ્રાંતોમાં જાણે આગ વરસી રહી છે. એક પછી એક આગની ઘટના સામે આવી રહી છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત બાદ હવે માયાનગરી મુંબઈથી આગની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર માયાનગરી મુંબઇના અંધેરી વીરા દેસાઈ રોડ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગ દેસાઇ રોડ પર પેનુશુલા બિલ્ડિંગમાં આવેલી […]

Top Stories

સોમવાર સવારથી દેશભરના વિવિદ પ્રાંતોમાં જાણે આગ વરસી રહી છે. એક પછી એક આગની ઘટના સામે આવી રહી છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત બાદ હવે માયાનગરી મુંબઈથી આગની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર માયાનગરી મુંબઇના અંધેરી વીરા દેસાઈ રોડ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગ દેસાઇ રોડ પર પેનુશુલા બિલ્ડિંગમાં આવેલી છે.

હાલ ઘટના સ્થળે ફાયર બ્રિગેડના ચાર વાહનો પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી છે. ફાયર બ્રિગેડે અત્યાર સુધીમાં 3 લોકોને બહાર કાઢ્યા છે. કેટલાક વધુ લોકો બિલ્ડિંગમાં ફસાયેલા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલુ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઇમારત 17 માળની છે અને એસીમાં આગ શરૂ થઈ હતી, ત્યારબાદ તેણે બિલ્ડિંગની ઉપરનો ફ્લોર આગના ચપેટમાં આવી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.