Not Set/ ભારત-નેપાળ મૈત્રી બસ સેવા ફરી શરૂ થઇ,સિલીગુડીથી ઉપડીને કાઠમંડુ પહોચશે

ભારત-નેપાળ મૈત્રી બસ સેવા ફરી શરૂ થવા પર સિલીગુડી બસ ઓનર્સ વેલ્ફેર એસોસિએશનના સેક્રેટરી સંતોષ સાહાએ કહ્યું કે બંને દેશો માટે ખુશીની વાત છે કે દોઢ વર્ષના વિરામ બાદ બસ સેવા ફરી શરૂ થઈ છે. 

Top Stories India
bus ભારત-નેપાળ મૈત્રી બસ સેવા ફરી શરૂ થઇ,સિલીગુડીથી ઉપડીને કાઠમંડુ પહોચશે

દોઢ વર્ષના લાંબાગાળા બાદ ભારત-નેપાળ મૈત્રી બસ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. આ મૈત્રી બસ સેવા સિલીગુડીથી ઉપડશે અને કક્કડવિટ્ટા-પાણીટંકી થઈને કાઠમંડુ પહોંચશે. લાંબા સમય બાદ કાઠમંડુમાં એક ખાનગી પરિવહન કંપનીએ મંગળવારે કાઠમંડુ-કાકરવિટ્ટા-સિલિગુડી રૂટ પરથી ડીલક્સ બસ સેવા ફરી શરૂ થઇ છે. બસ અઠવાડિયામાં ત્રણ વાર ઉપડશે. તે બપોરે 3 વાગ્યે સિલિગુડીથી ઉપડશે અને કક્કડવિટ્ટા-પાનીટંકી “ભારત-નેપાળ” સરહદ થઈને બીજા દિવસે સવારે 11 વાગ્યે કાઠમંડુ પહોંચશે.

બસમાં આપવામાં આવતી સુવિધાઓ વિશે વાત કરીએ તો તેમાં Wi-Fi સુવિધા છે. બસનું  ભાડું 1500 રૂપિયા રાખવામાં આવ્યું છે. સિલિગુડી અને કાઠમંડુ વચ્ચે ભારત-નેપાળ મૈત્રી બસ સેવા 26 ઓગસ્ટ 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. નેપાળના પરિવહન પ્રબંધન મંત્રી, નેપાળમાં ભારતીય રાજદૂત મનજીવ સિંહ પુરી અને ખાનગી બસ કંપનીના કર્મચારીઓ દ્વારા તેને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.

ભારત-નેપાળ મૈત્રી બસ સેવા ફરી શરૂ થવા પર સિલીગુડી બસ ઓનર્સ વેલ્ફેર એસોસિએશનના સેક્રેટરી સંતોષ સાહાએ કહ્યું કે બંને દેશો માટે ખુશીની વાત છે કે દોઢ વર્ષના વિરામ બાદ બસ સેવા ફરી શરૂ થઈ છે.  વધુમાં તેમણે કહ્યું કે, તેમને બસો ચલાવવાની પરવાનગી મળી ગઈ છે. નેપાળથી બસો ફરી શરૂ થઈ છે,હવે ભારતમાંથી બસ સેવા શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.પ્રવાસન ક્ષેત્રની સમસ્યાઓ વિશે વાત કરતા સચિવ સંતોષ સાહાએ કહ્યું કે  અમને આશા છે કે આવનારા દિવસો પ્રવાસન માટે સારા રહેશે,ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણને કારણે સિલિગુડીથી કાઠમંડુ સુધીની મિત્રતા બસ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.