Not Set/ પીએમ મોદીના મતવિસ્તારમાં જવેલરીની દુકાનમાં ડુંગળીઓ વેચાઈ

ડુંગળીના ભાવો આસમાને થઈ ગયા છે ત્યારે દેશભરમાં અનોખા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.પીએમ મોદીના મતક્ષેત્ર વારાણસીમાં લોકોએ જવેલરીની દુકાન પર ડુંગળી વેચવા મુકી હતી. લોકોને જણાવ્યું હતું કે, તેઓ ઘરેણા ગીરવે મૂકીને ડુંગળી ખરીદી શકે છે. તેના માટે લોકોએ આધાર કાર્ડ પણ જમા કરાવવું પડશે તેમ જણાવ્યું છે. આ વિરોધ પ્રદર્શન સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ […]

Top Stories India
Untitled 17 પીએમ મોદીના મતવિસ્તારમાં જવેલરીની દુકાનમાં ડુંગળીઓ વેચાઈ

ડુંગળીના ભાવો આસમાને થઈ ગયા છે ત્યારે દેશભરમાં અનોખા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.પીએમ મોદીના મતક્ષેત્ર વારાણસીમાં લોકોએ જવેલરીની દુકાન પર ડુંગળી વેચવા મુકી હતી. લોકોને જણાવ્યું હતું કે, તેઓ ઘરેણા ગીરવે મૂકીને ડુંગળી ખરીદી શકે છે. તેના માટે લોકોએ આધાર કાર્ડ પણ જમા કરાવવું પડશે તેમ જણાવ્યું છે.

આ વિરોધ પ્રદર્શન સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ કર્યું હતું.આજે જ્યારે દેશના અનેક ભાગોમાં ડુંગળીની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે.

પ્રદર્શન કરનાર એક એસપીના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, ડુંગળીની કિંમતોમાં થઇ રેહલી વૃદ્ધિની વિરુદ્ધમાં અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

એસપી યુવજન સભાના એક નેતાએ જણાવ્યું હતું કે, લોકોની પ્લેટોમાંથી ડુંગળી ગાયબ છે. ડુંગળીની કિંમતોને કારણે લોકોની આંખમાં આંસુ છે. અમે જવેલરીની દુકાન પર માસિક હપ્તા પર ડુંગળી ઉપલબ્ધ કરાવી રહ્યા છે. કાળાબજાર અને સંગ્રહખોરોને કારણે ડુંગળની કિંમતો વધી ગઇ છે, જેને સરકાર નિયંત્રિત કરી શકતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.