india-pakistan border/ ડ્રોન ઘૂસણખોરી અને હથિયારોની દાણચોરી મામલે ભારતે પાકિસ્તાન સામે વિરોધ વ્યક્ત કર્યો

BSFના પ્રવક્તાએ જણાવ્યું કે BSF અને પાકિસ્તાન રેન્જર્સની કમાન્ડન્ટ સ્તરની બેઠક ઈન્ટરનેશનલ બોર્ડર પોસ્ટ ઓક્ટ્રોય ખાતે યોજાઈ હતી.

Top Stories India
BOARDER ડ્રોન ઘૂસણખોરી અને હથિયારોની દાણચોરી મામલે ભારતે પાકિસ્તાન સામે વિરોધ વ્યક્ત કર્યો

સરહદ પર ડ્રોનની ઘૂસણખોરી અને હથિયારોની દાણચોરીને લઈને ભારતે પાકિસ્તાન સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. બુધવારે જમ્મુ સેક્ટરમાં BSF અને પાક-રેન્જર્સ વચ્ચે કમાન્ડર સ્તરની બેઠકમાં ભારતે આ મુદ્દો ઉઠાવ્યો હતો. BSFના પ્રવક્તાએ જણાવ્યું કે BSF અને પાકિસ્તાન રેન્જર્સની કમાન્ડન્ટ સ્તરની બેઠક ઈન્ટરનેશનલ બોર્ડર પોસ્ટ ઓક્ટ્રોય ખાતે યોજાઈ હતી.

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) એ એક નિવેદન જારી કરીને કહ્યું કે, બુધવારે ભારત-પાક સરહદના જમ્મુ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પોસ્ટ ઓક્ટ્રોય ખાતે બંને દેશોના બોર્ડર ગાર્ડિંગ ફોર્સની બેઠક યોજાઈ હતી. ભારત તરફથી BSF કમાન્ડન્ટ અજય સૂર્યવંશીએ ભાગ લીધો હતો, જ્યારે પાકિસ્તાન-રેન્જર્સ તરફથી લેફ્ટનન્ટ કર્નલ અકીલે ભાગ લીધો હતો.

BSF અનુસાર, ભારતે સરહદી વિસ્તારોમાં પાકિસ્તાનની ડ્રોન ગતિવિધિઓ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે પાકિસ્તાને આવી ગતિવિધિઓથી દૂર રહેવું જોઈએ. પાકિસ્તાને આ બેઠકમાં BSFના સંરક્ષણ નિર્માણ કાર્યો અંગે પણ વાંધો ઉઠાવ્યો હતો. માહિતી અનુસાર, બંને પક્ષો પરસ્પર સમજણ અને સહયોગથી આ મુદ્દાઓને ઉકેલવા માટે સંમત થયા છે.

ભારત અને પાકિસ્તાનની કમાન્ડર લેવલની બેઠક લાંબા સમય બાદ યોજાઈ છે. બેઠકમાં બોર્ડર-પિલરની જાળવણી અને અન્ય પાયાના કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બીએસએફના જણાવ્યા અનુસાર, બંને દેશોના કમાન્ડર સ્તરની આ બેઠક ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ હતી અને બંને દેશો સરહદ પર શાંતિ જાળવવા માટે સંમત થયા છે.