Not Set/ અત્યાર સુધીમાં સૌથી ખર્ચાળ સાબિત થઇ 17 મી લોકસભાની ચૂંટણી, જાણો કેટલા કરોડ થયા ખર્ચ

17 મી લોકસભા માટે થયેલ ચૂંટણીઓ અત્યાર સુધીમાં સૌથી મોંધી ચૂંટણી પુરવાર થઈ છે. આ ચૂંટણીઓમાં ઉમેદવારો અને ચૂંટણી પંચ, બંનેની તરફથી કુલ મિલાવીને અંદાજિત 70,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ (સીએમએસ) એ તેના રીપોર્ટમાં દાવો કર્યો છે કે 17 મી લોકસભાની ચૂંટણીઓમાં ઉમેદવારો દ્વારા લગભગ 60,000 કરોડ […]

Top Stories India
a અત્યાર સુધીમાં સૌથી ખર્ચાળ સાબિત થઇ 17 મી લોકસભાની ચૂંટણી, જાણો કેટલા કરોડ થયા ખર્ચ

17 મી લોકસભા માટે થયેલ ચૂંટણીઓ અત્યાર સુધીમાં સૌથી મોંધી ચૂંટણી પુરવાર થઈ છે. આ ચૂંટણીઓમાં ઉમેદવારો અને ચૂંટણી પંચ, બંનેની તરફથી કુલ મિલાવીને અંદાજિત 70,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે.

સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ (સીએમએસ) એ તેના રીપોર્ટમાં દાવો કર્યો છે કે 17 મી લોકસભાની ચૂંટણીઓમાં ઉમેદવારો દ્વારા લગભગ 60,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. ચૂંટણી પંચે પણ આ રકમના 15-20 ટકા બરાબર રકમ ખર્ચ કરી છે. આવામાં કુલ રૂ. 70,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ રીતે પ્રતિ લોકસભા મતવિસ્તાર દીઠ સરેરાશ 100 કરોડ રૂપિયા ખર્ચ થયા છે.

આ અહેવાલ સોમવારે એક કાર્યક્રમમાં જારી કરવામાં આવ્યો હતો. આ અવસરે સીએમએસના પ્રમુખ એન. ભાસ્કર રાવે કહ્યું કે ખર્ચનું આ સ્તર આપણા ડરનું કારણ હોવું જોઈએ. આપણે ચૂંટણી સુધારણા માટે પગલાં લેવા જોઈએ અને મજબૂત લોકશાહી તરફ કામ કરવું જોઈએ. આ પ્રસંગે એક પેનલ ચર્ચા પણ થઇ હતી. જેમાં પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરૈશી પણ હાજર રહ્યા હતા.