Not Set/ ભારત પર આતંકી હુમલો, અમેરિકા, ઇઝરાઇલ, રશિયાએ કહ્યું: હમ સાથ સાથે હૈ

પુલવામા, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં, ગુરુવારે, જૈશ-એ-મોહમ્મદના ત્રાસવાદી હમલામાં 44 સીઆરપીએફ જવાનો માર્યા ગયા છે. આ હુમલાની સમગ્ર વિશ્વમાં નિંદા કરવામાં આવી રહી છે. અમેરિકા, રશિયા અને ઇઝરાઇલ જેવા દેશોએ આ સમયે કહ્યું છે કે તેઓ ભારત સાથે છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ ઘટના પછી તેમને ભારત સાથે ઊભા રહેવાની વાત પણ કહી છે. […]

Top Stories India
qpp ભારત પર આતંકી હુમલો, અમેરિકા, ઇઝરાઇલ, રશિયાએ કહ્યું: હમ સાથ સાથે હૈ

પુલવામા,

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં, ગુરુવારે, જૈશ-એ-મોહમ્મદના ત્રાસવાદી હમલામાં 44 સીઆરપીએફ જવાનો માર્યા ગયા છે. આ હુમલાની સમગ્ર વિશ્વમાં નિંદા કરવામાં આવી રહી છે. અમેરિકા, રશિયા અને ઇઝરાઇલ જેવા દેશોએ આ સમયે કહ્યું છે કે તેઓ ભારત સાથે છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ ઘટના પછી તેમને ભારત સાથે ઊભા રહેવાની વાત પણ કહી છે. પુલવામા આતંકી હમલા પર યુએન પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

યુએન નિવેદન આપ્યું કે, “અમે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા હમલાની નિંદા કરીએ છીએ. જે પરિવારોએ પોતાનાને ગુમાવ્યા છે તેમના માટે અમે સહાનુભૂતિ ધરાવીએ છીએ. અમે બધા જ ઘાયલોને જલ્દીથી જલ્દી સ્વસ્થ થઇ જાય તેમ્વી કામના કરીએ છીએ અને આ હુમલાના તમામ જવાબદાર લોકો જલ્દીથી જેલમાં લઇ જવામાં આવે.

તો બીજી બાજુ પાકિસ્તાને પણ આ હુમલા પછી પ્રેસ રિલીઝ જારી કરી પ્રતિક્રિયા આપી છે.આપને જણાવી દઈએ કે આ પ્રેસ રિલીઝમાં, પાકિસ્તાને કહ્યું છે કે અમે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ થનારી હિંસાની નિંદા કરીએ છીએ. પાકિસ્તાને આ હુમલા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, “ભારત અધિકૃત કાશ્મીરના પુલવામામાં હુમલો ચિંતાનો વિષય છે. અમે વિશ્વમાં ગમે ત્યાં હિંસાની પ્રવૃત્તિઓની નિંદા કરીએ છીએ. આ સાથે જ કોઈ પણ તપાસ કર્યા વિના ભારતીય મીડિયા અને સરકાર દ્વારા હુમલાની લિંક પાકિસ્તાનથી જેડવાના તમામ આરોપોને અમે સખત નકારીએ છીએ. “