નવી દિલ્હી,
બીજેપી સાંસદ મીનાક્ષી લેખીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્વ સુપ્રીમમાં દાખલ કરેલી અવમાનનાની અરજી સંદર્ભે રાહુલ ગાંધીએ સોમવારે સુપ્રીમકોર્ટમાં નવી એફિડેવિટ દાખલ કરી છે. આ નવી એફિડેવિટમાં પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈ નિવેદન પર માત્ર ખેદ વ્યક્ત કર્યો છે પરંતુ હજુ પણ માંફી નથી માંગી. રાહુલ ગાંધીએ નવી એફેડેવિટમાં રાજનૈતિક લડાઇમાં કોર્ટને વચ્ચે લાવવાનો તેનો કોઇ ઇરાદો નથી તેવું કહ્યું હતું. તેઓએ મીનાક્ષી લેખી પર અવમાનનાની અરજી મારફતે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે મંગળવારના રોજ સુનાવણી થશે.
Congress President Rahul Gandhi files affidavit in connection with the contempt petition filed by BJP MP Meenakshi Lekhi over his comment on Supreme Court's Rafale order. pic.twitter.com/al3SBsymTi
— ANI (@ANI) April 29, 2019
કોર્ટમાં હાજર થયેલા રાહુલ ગાંધીના વકીલ સુનીલ ફર્નાંડિઝે અવમાનના નોટિસ પર જવાબ આપવાની મંજૂરી માંગી હતી. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઇ, ચીફ જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચ દ્વારા એફિડેવિટ જમા કરવાની મંજૂરી અપાઇ હતી. સુપ્રીમ કોર્ટે 23 એપ્રિલના રોજ રાહુલ ગાંધીને અવમાનનાની નોટિસ ફટકારી હતી.
શું છે સમગ્ર મામલો
રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારને લઇને પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા રાહુલે કહ્યું હતું કે હવે તો સુપ્રીમ પણ માની ગઇ છે કે ચોકીદાર જ ચોર છે. હકીકતમાં 10 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે સરકારની દલીલો ફગાવતા સુપ્રીમે નવા દસ્તાવેજોના આધારે રાફેલ મામલે સુનાવણી કરશે તેવું જણાવ્યું હતું. આ બાબતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે તો સુપ્રીમ કોર્ટ પણ માની ચૂકી છે કે ચોકીદાર જ ચોર છે. રાહુલ ગાંધીના આ વિવાદિત નિવેદન વિરુદ્વ બીજેપી સાંસદ મીનાક્ષી લેખીએ તેના વિરુદ્વ સુપ્રીમમાં અવમાનનાની અરજી કરી હતી. અરજી પણ સુનાવણી કરતા સુપ્રીમે આ નિવેદન અંગે રાહુલ પાસેથી ખુલાસો માંગ્યો હતો જેના બાદ રાહુલે ચૂંટણીના જોશમાં આવીને આ નિવેદન આપ્યું હોવાનું કહ્યું હતું અને ભવિષ્યમાં કોર્ટને વચ્ચે લાવીને કોઇપણ નિવેદન ના આપવાની ખાતરી આપી હતી.
