Not Set/ રાજેસ્થાન: બાળકો વાંચશે અભિનંદનની વાર્તા, કોર્સમાં ઉમેરાશે શૌર્યગાથા

ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનની બહાદુરીની વાર્તા દરેકની જીભ પર છે. હવે ટૂંક સમયમાં આ વાર્તા રાજસ્થાનની શાળાના પુસ્તકોનો ભાગ બનશે અને બાળકો પણ અભિનંદનની વીરગાથાને વાંચશે. રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ આ વિશે માહિતી આપશે. તેમણે આ માહિતી ફેસબુક અને ટ્વિટર પર આપી છે અને કહ્યું છે કે અભિનંદનની વાર્તા કોર્સમાં સમાવેશ […]

India
pla 3 રાજેસ્થાન: બાળકો વાંચશે અભિનંદનની વાર્તા, કોર્સમાં ઉમેરાશે શૌર્યગાથા

ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનની બહાદુરીની વાર્તા દરેકની જીભ પર છે. હવે ટૂંક સમયમાં આ વાર્તા રાજસ્થાનની શાળાના પુસ્તકોનો ભાગ બનશે અને બાળકો પણ અભિનંદનની વીરગાથાને વાંચશે. રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ આ વિશે માહિતી આપશે. તેમણે આ માહિતી ફેસબુક અને ટ્વિટર પર આપી છે અને કહ્યું છે કે અભિનંદનની વાર્તા કોર્સમાં સમાવેશ કરવાની વાત કહી છે.

તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે “જોધપુરથી વાંચો, તાજેતરમાં જ પાકિસ્તાનની ધરતીથી પોતાના સાહસ અને વીરતાનો પરિચય આપતા પરત આવેલ વિંગ કમાન્ડર હિંમત અભિનંદન શૌર્યના સમ્માન સ્વરૂપ સરકારે અભિનંદનની શૌર્યની વાર્તાને રાજેસ્થાનની શાળા અભ્યાસક્રમના સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. . #AbhinandanDiwas”. જોકે, હજુ સુધી આની માહિતી આપવામાં આવી નથી કે આ બદલાવ ક્યારે કરવામાં આવશે અને ક્યાં ઘોરણના અભ્યાસમાં સમાવેશ કરવામાં આવશે.

અગાઉ, ડોટાસરાએ પુલવામા અટેકની વાર્તાને અભ્યાસક્રમમાં સમાવવાની વાત કહી હતી. તે સમય દરમિયાન,ડોટસરાએ બાળકોને શહીદોના શૌર્યના વિશે માહિતી આપવા માટે શહીદોની ગૌરવ ગાથાઓ અભ્યાસક્રમમાં શામેલ કરવાની જાણકારી આપી હતી.ડોટાસરા અનુસાર, અભ્યાસક્રમ શહીદોની ગૌરવ ગાથાઓ કયા રૂપમાં હશે, કઈ રીતે હશે અમે શું-શું સામેલ કરવામાં આવશે, આ વિશે અભ્યાસક્રમ સમિતિ નિર્ણય કરશે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ ભારતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી હતી. તે પછી પાકિસ્તાનની કાર્યવાહીના જવાબ આપતા વિંગ કમાન્ડર અભિનંદન મિગ-21 થી કૂદી ગયા. પોતાને બચવા માટે  જ્યારે તેઓ પૈરાશૂટથી નીચે આવ્યા તો ભારત નહીં પણ પાક અધિકૃત કાશ્મીરમાં આવી ગયા હતા. જ્યાંથી પાકિસ્તાની સેનાએ તેમને કસ્ટડીમાં લીધા, ત્યારબાદ 60 કલાક પછી અભિનંદન છોડવામાં આવ્યા હતા.