Not Set/ પાકિસ્તાનની અવડચંડાઈનો ભારતે આપ્યો જવાબ, બે ચોકી કરી નષ્ટ

બુધવારે રાત્રે 10 વાગ્યે જમ્મુ-કાશ્મીરની લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર હરકતો જોવા મળી હતી, જ્યારે પાકિસ્તાને પુંછ જિલ્લાનાં મનકોટ સેક્ટરમાં ફાયરિંગ શરૂ કરી હતી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) નાં તાતાપાની અને ડોરાશેર ખાન સેક્ટરને નિશાન બનાવીને ભારતે પણ પલટવાર કર્યો હતો. ભારતીય સૈન્યનાં હુમલાએ પાકિસ્તાનની બે ચોકી નષ્ટ કરી દીધી છે. આ કાર્યવાહીમાં 5 થી […]

Top Stories India

બુધવારે રાત્રે 10 વાગ્યે જમ્મુ-કાશ્મીરની લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર હરકતો જોવા મળી હતી, જ્યારે પાકિસ્તાને પુંછ જિલ્લાનાં મનકોટ સેક્ટરમાં ફાયરિંગ શરૂ કરી હતી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) નાં તાતાપાની અને ડોરાશેર ખાન સેક્ટરને નિશાન બનાવીને ભારતે પણ પલટવાર કર્યો હતો. ભારતીય સૈન્યનાં હુમલાએ પાકિસ્તાનની બે ચોકી નષ્ટ કરી દીધી છે. આ કાર્યવાહીમાં 5 થી 7 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે જ્યારે પાકિસ્તાન સૈન્યનાં પ્રવક્તાએ બે સૈનિકોનાં મોતની પુષ્ટિ કરી છે. ભારતનાં કડક વલણને જોતાં, પાકિસ્તાની સૈનિકો એલઓસી પર તેમનુ સ્થતાન છોડીને ભાગી છૂટ્યા હતા. ફાયરિંગ અને ગોળીબાર મધરાત સુધી બંને પક્ષે ચાલુ રહી હતી.

આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ લાઇન પર આતંકવાદીઓનાં ઘુસણખોરીનાં ઇરાદે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા રોજનું ફાયરિંગ અટકવાનુ નામ નથી લઇ રહ્યુ. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો બુધવારે સવારે પુલવામામાં આતંકવાદીઓનો ઠાર કર્યા છે. ત્રણે આતંકીઓ સ્થાનિક રહેવાસી હતા જેઓ અલ બદર આતંકી સંગઠન સાથે સંકળાયેલા હતા. આ પછી, પાકિસ્તાને બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે જમ્મુ-કાશ્મીરનાં પુંછ જિલ્લાનાં ક્રિષ્નાઘાટી અને મનકોટ સેક્ટરમાં એલઓસી ફાયરિંગની સાથે મોર્ટારથી નાના હથિયારો સાથે, યુદ્ધ વિરામ ઉલ્લંઘન કર્યું હતુ. આ સમયગાળા દરમિયાન હળવા અને ભારે શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગોળીબારનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. જેને પગલે સરહદી વિસ્તારનાં લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. ગોળીબારનાં ડરથી, લોકો સલામત સ્થળોએ સ્થળાંતર થયા.

ભારતીય સૈન્યએ પણ જવાબ આપવાનું શરૂ કર્યું હતું. ભારતીય સૈન્યએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં તાતાપાની અને ડેરાશેર ખાન સેક્ટરને નિશાન બનાવ્યું હતું. ભારતના આકરી પ્રતિક્રિયાને કારણે ભારત-પાકિસ્તાનની સરહદ પર લોંચિંગ પેડ પર બેઠેલા લગભગ 250 થી 300 આતંકવાદીઓમાં ભાગદૌડ શરૂ થઇ ગઇ હતી. આ શિબિરોમાં ભારે જાનહાનિ થવાની સંભાવના છે જેમાં 3 અંકો સુધી પણ જાનહાની થઈ શકે છે. આ દરમિયાન નવા ભરતી આતંકવાદીઓ રાવલપોરામાં આત્મસમર્પણ કરી દીધુ છે. આ પછી, ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પરની પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવ્યું જ્યાંથી ભારતનાં વિસ્તારમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.

ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા સચોટ હુમલાઓએ એલઓસી પરના પાકિસ્તાની સેનાની ઓછામાં ઓછી 2 ચોકીઓને સંપૂર્ણપણે નાશ કરી દીધી છે. ભારતની આ જબરદસ્ત જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનાં 5 થી 7 સૈનિકો પણ માર્યા ગયા છે. ભારતનો કડક વલણ જોઈને પાકિસ્તાની સૈનિકો એલઓસી પર પોતાની જગ્યા છોડીને ભાગી છૂટ્યા છે. એવા અસંતોષિત સમાચાર પણ છે કે ખાલી કરાયેલી ઘણી ચોકીઓ ભારતીય સૈનિકોએ કબજે કરી લીધી છે. બંને તરફથી ભારે ગોળીબાર અને ફાયરિંગ વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખાની સાથે ભારત અને પાકિસ્તાન એરફોર્સની હવાઈ સરહદ પર ગતિવિધિઓ વધી છે. ઘાયલ સૈનિકોની સ્થળાંતર કાર્યવાહીમાં, પાકિસ્તાની સેનાની બે એર એમ્બ્યુલન્સ પણ એલઓસીની નજીક જોવા મળી હતી. આ સૂચવે છે કે ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની સૈન્યને વધુ જાનહાની થઇ છે.

એલન મસ્કનાં મંગળ ગ્રહનાં મિશનને મોટો આંચકો, ઉડાન બાદ સ્ટારશિપ રોકેટમાં વિસ્ફોટ

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 31 હજારથી વધુ કેસ, કુલ મોતનો આંક પહોંચ્યો…

US માં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં તૂટ્યા તમામ રેકોર્ડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…