T-20 SERIES/ ભારતે છેલ્લી T-20 મેચમાં ન્યુઝીલેન્ડને જીતવા માટે 185 રનનો ટાર્ગેટ આપ્યો,ચહરેની સ્ફોટક બેટિંગ

ભારતે ન્યૂઝીલેન્ડને 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા.

Top Stories Sports
MACH 2 ભારતે છેલ્લી T-20 મેચમાં ન્યુઝીલેન્ડને જીતવા માટે 185 રનનો ટાર્ગેટ આપ્યો,ચહરેની સ્ફોટક બેટિંગ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને સાત વિકેટે 184 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 31 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. તેના સિવાય ઈશાન કિશને 29, શ્રેયસ અય્યરે 25 અને વેંકટેશ અય્યરે 20 રન બનાવ્યા હતા. આ મેચમાં ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ કરી રહેલા મિશેલ સેન્ટનરે ત્રણ વિકેટ ઝડપી હતી.

ભારતે ન્યૂઝીલેન્ડને 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. દીપક ચહરે છેલ્લે 8 બોલમાં 21 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમાં તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે સારી શરૂઆત કરી હતી. કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશને પ્રથમ વિકેટ માટે 69 રન જોડ્યા હતા. ઈશાન 21 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સૂર્યકુમાર યાદવ સતત બીજી મેચમાં નિષ્ફળ રહ્યો હતો અને શૂન્ય પર આઉટ થયો હતો. રિષભ પંત પણ વધુ કંઈ કરી શક્યો ન હતો અને 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આજની મેચમાં ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ કરી રહેલા મિશેલ સેન્ટનરે ભારતને પ્રથમ ત્રણ આંચકા આપ્યા હતા.

ભારતને આજે મિડલ ઓર્ડરમાં વિરાટ કોહલીની ખોટ પડી હતી. રોહિત અને શ્રેયસે 83 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ 20 રન જોડ્યા હતા. આ દરમિયાન રોહિતે ટી20 કરિયરની 26મી ફિફ્ટી ફટકારી હતી. આંતરરાષ્ટ્રીય T20માં સૌથી વધુ અર્ધશતકના મામલે તે ટોચ પર પહોંચી ગયો છે. આ મામલામાં તેણે વિરાટ કોહલી (29)ને પાછળ છોડી દીધો.

રોહિતે આ મેચમાં ત્રણ સિક્સર પણ ફટકારી હતી. આ સાથે જ રોહિતે T20 ઈન્ટરનેશનલમાં પોતાના 150 સિક્સર પૂરા કર્યા. હિટમેન આ રેકોર્ડ બનાવનાર વિશ્વનો બીજો અને ભારતમાં પ્રથમ બેટ્સમેન બન્યો. રોહિત પહેલા માર્ટિન ગુપ્ટિલ (161)નું નામ આવે છે. રોહિત 31 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 56 રન બનાવીને આઉટ થયો હતો.

ટ્રેન્ટ બોલ્ટે ન્યૂઝીલેન્ડને પાંચમી સફળતા અપાવી હતી. તેણે વેંકટેશ ઐયર (20)ને ચેપમેનના હાથે કેચ કરાવ્યો. વેંકટેશના આઉટ થયાના માત્ર બે બોલમાં એડમ મિલ્નેએ શ્રેયસ ઐયર (25)ને આઉટ કર્યો હતો. હર્ષલ પટેલ (18)ના સ્કોર પર હિટ-વિકેટ આઉટ.

દીપક ચહરે છેલ્લી ઓવરમાં શાનદાર ઇનિંગ રમી અને અણનમ 21 રન બનાવ્યા. તેની સાથે અક્ષર પટેલ 2 રન બનાવી અણનમ રહ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી સેન્ટનરે 3 વિકેટ ઝડપી હતી. તે જ સમયે, બોલ્ટ, મિલને, ફર્ગ્યુસન અને સોઢીને એક-એક વિકેટ મળી હતી.