Not Set/ ક્રિકેટમાંથી બહિષ્કૃત નહિ થાય પાકિસ્તાન, ભારતની માંગણી ફગાવી ICCએ

મુંબઇ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉસિલે આતંકવાદ પેદા કરતા પાકિસ્તાન સાથે સબંધો નહી રાખવાની ભારતીય ક્રિકેટ બોર્ડની માંગણી ઠુકરાવી દીધી છે. ICCએ ભારતના ક્રિકેટ બોર્ડને જવાબ આપ્યો છે કે આવા મામલાઓમાં અમારો કોઈ રોલ નથી હોતો. પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયાની દુખદ ઘટના બાદ બીસીસીઆઈએ આઈસીસીને પત્ર લખી વૈશ્વિક સંસ્થા અને તેના સદસ્ય દેશોથી […]

Uncategorized
ww0 16 ક્રિકેટમાંથી બહિષ્કૃત નહિ થાય પાકિસ્તાન, ભારતની માંગણી ફગાવી ICCએ

મુંબઇ,

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉસિલે આતંકવાદ પેદા કરતા પાકિસ્તાન સાથે સબંધો નહી રાખવાની ભારતીય ક્રિકેટ બોર્ડની માંગણી ઠુકરાવી દીધી છે. ICCએ ભારતના ક્રિકેટ બોર્ડને જવાબ આપ્યો છે કે આવા મામલાઓમાં અમારો કોઈ રોલ નથી હોતો.

પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયાની દુખદ ઘટના બાદ બીસીસીઆઈએ આઈસીસીને પત્ર લખી વૈશ્વિક સંસ્થા અને તેના સદસ્ય દેશોથી આતંકીઓને સમર્થન આપતા દેશો સાથે કોઈ સંબંધ ન રાખવાની અપીલ કરી હતી.

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે,‘અરજીના સંબંધમાં આઈસીસીના ચેરમેને સ્પષ્ટ કર્યુ કે કોઈ પણ દેશને બહિષ્કૃત કરવાનો નિર્ણય સરકારના સ્તરે થવો જોઈએ અને આઈસીસીનો એવો કોઈ નિયમ નથી. જોકે બીસીસીઆઈને આ વાતની જાણ હતી તેમ છતાં તેને એક વાર કોશિશ કરી.’

અધિકારીએ કહ્યુ હતુ કે બોર્ડે આ પત્રમાં ભારતના ખેલાડીઓની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.જેના પર પુરેપુરુ ધ્યાન અપાશે તેની ખાત્રી ICCએ આપી છે.