Not Set/ ઝારખંડમાં ગરીબી અને ભૂખમરાથી વધુ એક મોત

ઝારખંડમાં ભૂખમરાથી વધુ એક મોત થયાની ઘટના સામે આવી છે..ધનબાદના ભાલગઢાં તારાબગાન વિસ્તારમાં એક રીક્ષા ચાલકનું મોત થઈ ગયું.વૈદ્યનાથ દાસની ઉમર આશરે ૪૦ વર્ષ હતી..એ ખુબ જ ગરીબ હતો અને સરકારી યોજનાઓનો કોઈ પણ લાભ તેના પરિવારને મળતો નથી.જેના લીધે ગરીબી અને ભૂખમરાના લીધે તેનું મોત થઈ ગયું તેવો આક્ષેપ પરિવારજનોએ કર્યો.વધુમાં મૃતકના પરિવારજનોનું કહેવું […]

Uncategorized
jhariya ઝારખંડમાં ગરીબી અને ભૂખમરાથી વધુ એક મોત

ઝારખંડમાં ભૂખમરાથી વધુ એક મોત થયાની ઘટના સામે આવી છે..ધનબાદના ભાલગઢાં તારાબગાન વિસ્તારમાં એક રીક્ષા ચાલકનું મોત થઈ ગયું.વૈદ્યનાથ દાસની ઉમર આશરે ૪૦ વર્ષ હતી..એ ખુબ જ ગરીબ હતો અને સરકારી યોજનાઓનો કોઈ પણ લાભ તેના પરિવારને મળતો નથી.જેના લીધે ગરીબી અને ભૂખમરાના લીધે તેનું મોત થઈ ગયું તેવો આક્ષેપ પરિવારજનોએ કર્યો.વધુમાં મૃતકના પરિવારજનોનું કહેવું છે કે મૃતક ત્રણ વર્ષથી બીપીએલ ની યાદીમાં નામ નોધાવવા માટે અને રાશનકાર્ડ બનાવવા માટે સરકારી ઓફીસના ધક્કા ખાઈ રહ્યો હતો.જો કે મૃતકના આ ધક્કા સફળ થયા નહી.જો મૃતકને ગરીબીથી જોડાયેલી યોજનાઓનો લાભ મળ્યો હોત તો તેની મોત થઇ ના હોત.ઉલ્લેખનીય છે કે આ પહેલા ઝારખંડના સિમડેગાની સંતોષ કુમારી નામની એક બાળકીનું પણ ભૂખમરાના કારણે મોત થયું હતું.