Not Set/ વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી 15 એપ્રિલે થશે, પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા વિરુદ્વ 5 જૂને રમાશે

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આગામી 30 મેથી 14 જુલાઇ સુધી રમાનારા ક્રિકેટ વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી 15 મી એપ્રિલનાં રોજ મુંબઇમાં થનારી છે. ટીમની પસંદગી માટેની આખરી તારીખ 23 એપ્રિલ હતી, પરંતુ બીસીસીઆઇની રાષ્ટ્રીય પસંદગી સમિતિ તેના આઠ દિવસ પહેલા જ 15 સભ્યોની ઘોષણા કરશે. અત્યારસુધી માત્ર ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા જ ટૂર્નામેન્ટ માટે ટીમની […]

Uncategorized
World cup team વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી 15 એપ્રિલે થશે, પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા વિરુદ્વ 5 જૂને રમાશે

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આગામી 30 મેથી 14 જુલાઇ સુધી રમાનારા ક્રિકેટ વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી 15 મી એપ્રિલનાં રોજ મુંબઇમાં થનારી છે. ટીમની પસંદગી માટેની આખરી તારીખ 23 એપ્રિલ હતી, પરંતુ બીસીસીઆઇની રાષ્ટ્રીય પસંદગી સમિતિ તેના આઠ દિવસ પહેલા જ 15 સભ્યોની ઘોષણા કરશે. અત્યારસુધી માત્ર ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા જ ટૂર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે.

વર્લ્ડ કપમાં ભારતનો પહેલો મેચ દક્ષિણ આફ્રિકા વિરુદ્વ 5 જૂનના રોજ રમાશે. પાકિસ્તાન સામે 16 જૂનના રોજ મુકાબલો થશે. નોંધનીય છે કે ક્રિકેટ જગતમાં ભારત અત્યારસુધીમાં કપિલદેવની કેપ્ટન્સીમાં 1983 અને ધોનીની કેપ્ટન્સીમાં 2011માં વર્લ્ડકપ જીતી ચુકી છે. હવે વિરાટની કેપ્ટન્સી વાળી ટીમ ઈન્ડિયા 8 વર્ષે ફરીથી ચેમ્પિયન બનવાના નિર્ધાર સાથે મેદાનમાં ઉતરશે.

 ગઇ વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે

આ વર્લ્ડકપમાં કુલ 46 દિવસમાં 48 મેચ રમાશે. જેમાં ફાઇનલ અને સેમિફાઇનલ મેચ પણ સામેલ છે. ગઇ વખતની વિજેતા ઓસ્ટ્રેલિયા તેની સફરની શરૂઆત 1 જૂનના રોજ અફઘાનિસ્તાન સામે રમીને કરશે.

ટૂર્નામેન્ટમાં ભારતના મેચનું શિડ્યુલ

કોની સામે રમશે સ્થળ સમય
5 જૂન દક્ષિણ આફ્રિકા સાઉથમ્પટન બપોરે 3 કલાકે
9 જૂન ઓસ્ટ્રેલિયા ઓવલ-લંડન બપોરે 3 કલાકે
13 જૂન ન્યૂઝિલેન્ડ  નોટિંગહામ બપોરે 3 કલાકે
16 જૂન પાકિસ્તાન માન્ચેસ્ટર બપોરે 3 કલાકે
22 જૂન અફઘાનિસ્તાન સાઉથમ્પટન બપોરે 3 કલાકે
27 જૂન વેસ્ટઈન્ડિઝ માન્ચેસ્ટર બપોરે 3 કલાકે
30 જૂન ઈંગ્લેન્ડ બર્મિંગહામ બપોરે 3 કલાકે
2 જુલાઈ બાંગ્લાદેશ બર્મિંગહામ બપોરે 3 કલાકે
6 જુલાઈ શ્રીલંકા લિડ્સ બપોરે 3 કલાકે