Not Set/ સ્વાતિ માલીવાલને પસંદ ન આવ્યો વ્યભિચાર પરનો સુપ્રીમનો ચુકાદો, જણાવ્યું આ કારણ

નવી દિલ્હી, દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષા સ્વાતિ માલીવાલને વ્યભિચાર (એડલ્ટરી) અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ‘મહિલા વિરોધી’ ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે આઈપીસીની કલમ ૪૯૭ ને અસંવૈધાનિક ગણાવીને તેને રદ કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય અંગે અસહમતી દર્શાવતા સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે, ‘આ પ્રકારથી તમે દેશના લોકોને લગ્ન કર્યા હોવા છતાં […]

Top Stories India Trending
Swati Maliwal Didn’t liked the verdict of Supreme on adultery

નવી દિલ્હી,

દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષા સ્વાતિ માલીવાલને વ્યભિચાર (એડલ્ટરી) અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ‘મહિલા વિરોધી’ ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે આઈપીસીની કલમ ૪૯૭ ને અસંવૈધાનિક ગણાવીને તેને રદ કરી દેવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય અંગે અસહમતી દર્શાવતા સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે, ‘આ પ્રકારથી તમે દેશના લોકોને લગ્ન કર્યા હોવા છતાં પણ બીજાની સાથે અનુચિત સંબંધ રાખવાનું ખૂલ્લું લાઈસન્સ આપી દીધું છે. આ ચુકાદા પછી લગ્નનું ઔચિત્ય શું છે?

દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષાએ આઈપીસીની કલમ ૪૯૭ ની પણ નિંદા કરી હતી. માલીવાલે કહ્યું હતું કે, આ કલમ સમાન હોવી જોઈતી હતી. જેમાં વ્યભિચાર કરવા અંગે મહિલા અને પુરુષ બંનેને સમાન દંડ આવ્પ્વાની વ્યવસ્થા હોત.

તેમણે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે, આ નિર્ણયથી દેશની મહિલાઓની પીડામાં વધારો થવા જઈ રહ્યો છે. હું આ ચુકાદાની સાથે સહમત નથી.’

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે વ્યભિચારને અસંવૈધાનિક ગણાવીને તેના ગુનાની શ્રેણીમાંથી બહાર રાખવા માટેનો ચુકાદો આપ્યો છે. પાંચ જજોની સંવૈધાનિક બેચે પોતાના બહુમતના નિર્ણયમાં વ્યભિચારને અપરાધ નથી માન્યો પરંતુ કહ્યું છે, આ બાબત છૂટાછેડા માટેનો આધાર બની શકે છે.

આઈપીસીની કલમ ૪૯૭ પતિની મૌન સહમતિ અથવા તેની સહમતિની વિના એક પરિણીતા મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવા અંગે પુરુષને દંડિત કરવામાં આવે છે. સીજેઆઈ દીપક મિશ્રા અને જસ્ટિસ ખાનવિલકરે કહ્યું હતું કે, વ્યભિચાર છૂટાછેડાનો આધાર બની શકે છે પરંતુ ગુનો નહિ.