Not Set/ મોદીના ગાઢમા રાહુલની બેટિંગ, કૌભાંડ પર શું બોલશે તેના પર સૌની નજર

મહેસાણાઃ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના મહેસાણામાં સભાને સંબોધન કરશે. જેમા રાહુલ ગાંધી નોટબંધીથી લોકોને પડીત મુશ્કેલી, પાટીદારો પર થયેલા અત્યાચારો અને ઉના કાંડ બાદ દલિતોની સ્થિતિ પર બલશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ  દિલ્હીમાં મોદીના કૌભાંડને ખુલ્લુ કરવાની વાત કરી હતી. જે રાહુલ ગાંધી મોદીના ગઢમાં આવીને કરી શકે […]

India

મહેસાણાઃ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના મહેસાણામાં સભાને સંબોધન કરશે. જેમા રાહુલ ગાંધી નોટબંધીથી લોકોને પડીત મુશ્કેલી, પાટીદારો પર થયેલા અત્યાચારો અને ઉના કાંડ બાદ દલિતોની સ્થિતિ પર બલશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ  દિલ્હીમાં મોદીના કૌભાંડને ખુલ્લુ કરવાની વાત કરી હતી. જે રાહુલ ગાંધી મોદીના ગઢમાં આવીને કરી શકે છે.

નોટબંધી બાદ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પીએમ મોદી વચ્ચે જુબાની જગ ચરમસીમાએ છે. ત્યારે રાહુલ ગાંધી મોદીના કૌભાંડને લઇને કોઇ  નિવેદન કરે છે કે નહિ તેના પર સૌવ કોઇની નજર હશે.

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત 2017ની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગ રૂપે પણ જોવામાં આવી રહી છે. છેલ્લા દોઢ મહિનામં પીએણ મોદી ગુજરાતની 6 વાર મુલાકાત કરી ચુક્યા છે.

રાહુલ ગાંધીની સભાને સફળ બનાવવા માટે પ્રદેશ કૉંગ્રેસ સમિતિ કામે લાગ્યું છે. જેમા મહેસાણા સહિતના સંમગ્ર રાજ્યના કૉંગ્રેસી કાર્યકર્તાઓ તેમા જોડાયા છે. કોંગ્રેસ દ્વારા આજે યોજાનાર વિશાળ સભાને નવસર્જન ગુજરાત નામ આપવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા પણ જંગી પોલીસ કાફલો ખડકીને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં બાજ નજર રાખશે.

મહેસાણા એસ.પી. ચૈતન્ય માંડલીક દ્વારા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સભા સ્થળને લઈ સમગ્ર શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.