હજારો લોકોથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર પોન્ઝી કૌભાંડના કિંગપીન મંસૂર ખાને સ્વીમીંગ પૂલને નકલી સોનાથી ભરી દીધો હતો. તેમાં 5,880 નકલી સોનાના બિસ્કિટના રૂપમાં 303 કિલો સોનું મળ્યું છે. આ જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા. અધિકારીઓ હવે તે શોધવાની કોશિશ કરી રહ્યા છે કે નકલી સોનાના બિસ્કિટના આટલા મોટા જથ્થામાં ક્યાં ઉપયોગમાં થતું હતું અથવા થવાનું હતું? આ કેસ કર્ણાટકના બેંગાલુરુનો છે.

બેંગલુરુમાં 30 હજાર લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર આઈએમએના સંસ્થાપક મંસૂર ખાનના ઘરેથી 303 કિલો નકલી સોનાના બિસ્કિટ મળી આવ્યા છે.

આ સોનું સ્વીમીંગ પૂલમાંથી જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસમાં વસીમ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
જણાવીએ કે પોન્ઝી કૌભાંડના મુખ્ય આરોપી અને આઈએમએ જ્વેલર્સના સંસ્થાપક મંસૂર ખાનને દુબઇથી આવ્યા પછી દિલ્હી પોલીસે નવી દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરી હતી. એસઆઈટીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લુકઆઉટ નોટિસ ફટકારી હતી, જેમાં ઇન્ટરપોલ સહિત તમામ સંબંધિતોને મંસૂર ખાન વિશે માહિતી આપી હતી.

મંસૂર ખાન પર 30 હજાર લોકોની છેતરપિંડીનો આરોપ છે. તે એક મહિના કરતા વધુ સમયથી ફરાર હતો.
બુધવારે એસઆઈટીએ બેંગ્લોર સ્થિત તેના ઘરમાંથી 5,880 નકલી સોનાના બિસ્કિટ કબજે કર્યા હતા. આ કૌભાંડના સંદર્ભમાં અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
