New Delhi News : ભારતની નિકાસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, પરંતુ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટની અસર માર્ચ મહિનાના વેપાર આંકડાઓ પર પડી છે.
ભારતની કુલ નિકાસ (Exports)(માલ અને સેવાઓ સહિત) 4.22 ટકા વધીને અંદાજે $860 બિલિયન સુધી પહોંચી
નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ભારતની કુલ નિકાસ (માલ અને સેવાઓ સહિત) 4.22 ટકા વધીને અંદાજે $860 બિલિયન સુધી પહોંચી છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલના જણાવ્યા મુજબ, માલની નિકાસ(Exports) 1 ટકા વધીને $441.78 બિલિયન રહી છે, જ્યારે સેવાઓની નિકાસ લગભગ $418.31 બિલિયન નોંધાઈ છે. આ સમયગાળામાં આયાત પણ વધીને $774.98 બિલિયન થઈ છે, જે અગાઉના વર્ષના $721.2 બિલિયન કરતાં વધુ છે.

તેમ છતાં, માર્ચ મહિનામાં પશ્ચિમ એશિયામાં થયેલા સંઘર્ષની સીધી અસર જોવા મળી. આ મહિને ભારતની કુલ નિકાસ(Exports)માં 7.44 ટકા ઘટાડો નોંધાઈને તે $38.92 બિલિયન પર આવી ગઈ. ખાસ કરીને મધ્ય પૂર્વ તરફની નિકાસમાં 57.95 ટકા જેટલો મોટો ઘટાડો થયો, જ્યારે આ વિસ્તારમાંથી આયાતમાં પણ 51.64 ટકા ઘટાડો નોંધાયો.
આ પડકારો વચ્ચે સકારાત્મક બાબત એ છે કે ભારત અને બ્રિટન વચ્ચે લાંબા સમયથી રાહ જોવાતો મુક્ત વેપાર કરાર (FTA) ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ લઈ શકે છે. આ કરાર મે મહિનામાં અમલમાં આવવાની શક્યતા છે, જે આવનારા સમયમાં ભારતના આંતરરાષ્ટ્રીય વેપારને નવી ગતિ આપી શકે છે.
આ પણ વાંચો : મોંઘો થશે ગેસ! ઓસ્ટ્રેલિયા ગેસ નિકાસ પર ટેક્સ લગાવવાની
તૈયારીમાં, વૈશ્વિક બજારમાં કિંમતો વધવાની ભીતિ.
આ પણ વાંચો : US–ઈરાન યુદ્ધ વચ્ચે નિકાસકારોને મોટી રાહત! સરકારનો મોટો નિર્ણય
આ પણ વાંચો : નિકાસકારો માટે મોટા સમાચાર! ગ્લોબલ ટેન્શન વચ્ચે ભારતનો વેપાર ન અટકે તે માટે સરકારે બનાવી ખાસ ‘IMG’ ટીમ
