Ahmedabad News : અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર ગૌ-માંસ(Beef)ની હેરફેર અને વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે કુલ 650 કિલો ગૌ-માંસ(Beef)નો જથ્થો જપ્ત કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. વછેટાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા વહેલી સવારના પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાગજવાલા વે બ્રિજ પાછળ ફઝલે રબ મસ્જિદ નજીક આવેલા મકાનમાં રેડ કરવામાં આવી હતી.
રેડ દરમિયાન સ્થળ પરથી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી મહિન્દ્રા બોલેરો પિકઅપ અને એક લોડિંગ રિક્ષામાં ભરેલ અંદાજે 650 કિલો ગૌ-માંસ(Beef)નો જથ્થો કબજે કર્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં મોહમંદ ઇકબાલ ઉર્ફે રાણા મોઇનુદ્દીન શેખ (48), મોહમંદ આરિફ ઇસરાઇલ કુરેશી (45), રિઝવાન ઇકબાલ શેખ (21) અને આલમ બાબુભાઈ પઠાણ (24)નો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-2023 તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારણા અધિનિયમ સહિતના વિવિધ કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા કુલ અંદાજે રૂ. 7.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે.
આ પણ વાંચો : મોદી સરકારમાં સૌથી વધુ ગાયનું માંસ એક્સપોર્ટ થાય છે’: VHP નેતાના નિવેદન પર ઈન્દ્રનીલે કહ્યું, VHP ભાજપની બી ટીમ
આ પણ વાંચો : વડોદરામાં સિકલીગર ગેંગ સામે GUJCTOC કાર્યવાહી, 5 આરોપીઓ ઝડપાયા
આ પણ વાંચો : સુરત એરપોર્ટ પર મોટી કાર્યવાહી, ₹6.18 કરોડનો હાઈબ્રીડ ગાંજો જપ્ત, મહિલા સહિત બે આરોપીઓ ઝડપાયા
