Vadodara News:વડોદરામાં સિકલીગર ગેંગ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આઠ આરોપીઓમાંથી પાંચની ધરપકડ કરવામાં આવી છે, અને બે પહેલેથી જ જેલમાં છે. બાકીના આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.આપને જણાવી દઈએ ધરપકડ કરાયેલા આરોપીઓ મિલકત અને હિંસક ગુનાઓમાં સંડોવાયેલા રીઢો ગુનેગારો છે, જેમણે હિંમતનગર, ગોધરા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદમાં 100 થી વધુ ગુનાઓ આચર્યા છે. ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2026નો પહેલો ગુજસીટોક (GUJCTOC) કેસ નોંધ્યો હતો.
સિકલીગર ગેંગ સામે બીજો GUJCTOC
વડોદરા શહેર અને જિલ્લામાં ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલી બીજી સિકલીગર ગેંગ સામે પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ખાસ GUJCTOC કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.ક્રાઇમ બ્રાન્ચે પોલીસ ફરિયાદમાં નામ આપવામાં આવેલા આઠ આરોપીઓમાંથી પાંચની ધરપકડ કરી છે. સિકલીગર ગેંગ સામે નોંધાયેલો આ બીજો ગુજસીટોક (GUJCTOC) કેસ છે. 2026 ની શરૂઆતમાં નોંધાયેલો આ પહેલો ગુજસીટોક (GUJCTOC) કેસ છે.

ક્રાઇમ બ્રાન્ચના PI આર.જી. જાડેજા અનુસાર ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓનો ગુનાહિત રેકોર્ડ છે. આ ગેંગ સંગઠિત ગુનામાં સંડોવાયેલી હતી. ગેંગના સભ્યોએ છેલ્લા 10 વર્ષમાં સામૂહિક રીતે 152 ગુના કર્યા છે. જેલમાંથી જામીન પર છૂટ્યા પછી પણ આરોપીઓ ગુનાઓ કરતા રહ્યા. હાલમાં, ગેંગના આઠ સભ્યો સામે FIR નોંધવામાં આવી છે, જેમાંથી પાંચની ધરપકડ કરવામાં આવી છે. અન્ય કેટલાક આરોપીઓ રાજ્યની અન્ય જેલોમાં છે. આરોપીઓને વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવશે.
આ પણ વાંચો:MLA પર દારૂના ધંધાને લઈ આક્ષેપ કરનારા ગુજસીટોકના આરોપીનું જેલમાં મોત
