Business News/ મોંઘો થશે ગેસ! ઓસ્ટ્રેલિયા ગેસ નિકાસ પર ટેક્સ લગાવવાની તૈયારીમાં, વૈશ્વિક બજારમાં કિંમતો વધવાની ભીતિ.

ઓસ્ટ્રેલિયા (Australia) સરકારે ઘરેલું ગ્રાહકોના હિત માટે ગેસ નિકાસ પર ટેક્સ લગાવવાનો નિર્ણય લીધો છે. ગ્રીન્સ પાર્ટીએ ૨૫ ટકા ટેક્સની માંગ કરી છે. જાણો વૈશ્વિક અસર.

Top Stories World
Australia Gas Export Tax News

Australia Gas Export Tax News: વિશ્વના સૌથી મોટા LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) નિકાસકારોમાંના એક એવા ઓસ્ટ્રેલિયાએ ગેસ નિકાસ પર ટેક્સ લગાવવાની તૈયારી શરૂ કરી છે. આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈનમાં ચાલી રહેલી અસ્થિરતા અને ઘરેલું જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાની સરકાર આ મોટું પગલું ભરી રહી છે. આ નિર્ણયની સીધી અસર ભારત સહિતના એવા દેશો પર પડી શકે છે જે ગેસ માટે ઓસ્ટ્રેલિયા પર નિર્ભર છે.

ઘરેલું ગ્રાહકોનું હિત સર્વોપરી

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આ મામલે સ્પષ્ટ સંકેત આપતા જણાવ્યું છે કે, “આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસની નિકાસ જરૂરી છે, પરંતુ તેના કારણે અમારા ઘરેલું ગ્રાહકોને નુકસાન ન પહોંચવું જોઈએ.” ઓસ્ટ્રેલિયામાં ગેસના વધતા ભાવો અને અછતને પહોંચી વળવા માટે સરકાર નિકાસ પર મર્યાદા અથવા ટેક્સ લાદીને સ્થાનિક બજારમાં ગેસની ઉપલબ્ધતા વધારવા માંગે છે.

ગ્રીન્સ પાર્ટીની 25 ટકા ટેક્સની માંગ

ઓસ્ટ્રેલિયાની રાજનીતિમાં પણ આ મુદ્દે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યાંની પ્રભાવશાળી ગ્રીન્સ પાર્ટી (Greens Party) એ સરકાર પાસે માંગ કરી છે કે ગેસ નિકાસ પર ઓછામાં ઓછો 25 ટકા ટેક્સ લગાવવો જોઈએ. આ ટેક્સથી થનારી આવકનો ઉપયોગ રિન્યુએબલ એનર્જી અને સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે કરવાની સલાહ આપવામાં આવી છે.

મોટા LNG નિકાસકારોમાંનું એક છે Australia

ઓસ્ટ્રેલિયા વિશ્વના સૌથી મોટા LNG નિકાસકારોમાંનું એક હોવાથી, આ ટેક્સને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ વધી શકે છે. આ ઉપરાંત, યુદ્ધ અને અન્ય ભૌગોલિક તણાવને કારણે પહેલેથી જ ખોરવાયેલી સપ્લાય ચેઈન આ નિર્ણયથી વધુ પ્રભાવિત થશે. આની સીધી અસર ભારત પર પણ પડી શકે છે, કારણ કે ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે મોટા પ્રમાણમાં LNG આયાત કરે છે. તેથી, જો ઓસ્ટ્રેલિયા આ ટેક્સ લગાવશે તો આગામી સમયમાં ભારતમાં પણ ગેસ અને વીજળીના ભાવોમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.


આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન 62 વર્ષની ઉંમરે વરરાજા બન્યા, PM પદે સેવા આપતી વખતે લગ્ન કરનારા પહેલા ઓસ્ટ્રેલિયન નેતા

આ પણ વાંચો:વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા અમદાવાદ આવી શકે છે PM મોદી-શાહ, ઓસ્ટ્રેલિયાના PM-ડેપ્યુટી PM ને પણ આમંત્રણ

આ પણ વાંચો:PM મોદીએ ઓસ્ટ્રેલિયાના PM ને આપ્યું ભારત આવવાનું આમંત્રણ, કહ્યું- ‘T20 મોડમાં બંને દેશો વચ્ચેના સંબંધો…’