Shocking News: માનવીય સંવેદનાઓને ઝબઝબાવી દેતો એક અત્યંત આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવું જોવા મળ્યું છે. જે માતા-પિતા પોતાની સંતાન માટે દુનિયા સાથે લડી લેતા હોય છે, તે જ માતા-પિતાએ (daughter) પોતાની દીકરીને નરક જેવી સ્થિતિમાં રહેવા મજબૂર કરી અને અંતે તેને ભૂખે મારી નાખી. આ ઘટનાએ ન્યાયતંત્ર અને સમાજ બંનેને હચમચાવી દીધા છે.ઘટનાની હૃદયદ્રાવક વિગતો અને માતા-પિતાની હેવાનીયત.
8 વર્ષ સુધી સોફા પર કેદ રહી daughter
આ ઘટના વિદેશની છે (લુઈસિયાના, અમેરિકા), જ્યાં લેસી ફ્લેચર નામની 36 વર્ષની મહિલા તેના જ ઘરમાં એક સોફા પર મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે લેસી છેલ્લા કેટલાય વર્ષોથી તે જ સોફા પર પડી રહી હતી. તેની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેનું શરીર સોફાની અંદર ધસી ગયું હતું. લેસી ‘લૉક્ડ-ઇન સિન્ડ્રોમ’ (Locked-in Syndrome) નામની ગંભીર બીમારીથી પીડાતી હતી, જેમાં વ્યક્તિ હલનચલન કરી શકતી નથી, પરંતુ તેની સંભાળ લેવાને બદલે તેના માતા-પિતાએ તેને તેના જ મળમૂત્રમાં સડવા માટે છોડી દીધી હતી.
ભૂખ અને ઉપેક્ષાને કારણે કરુણ મોત
મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું કે લેસીનું (daughter) મોત તીવ્ર ભૂખમરો (Starvation) અને યોગ્ય સારવારના અભાવે થયું હતું. જ્યારે તપાસકર્તાઓ તેના ઘરે પહોંચ્યા ત્યારે દ્રશ્ય એટલું ભયાનક હતું કે તે જોઈને પથ્થર દિલના માણસની આંખમાં પણ આંસુ આવી જાય. લેસીના શરીર પર જીવડાં પડી ગયા હતા અને તેનું વજન માત્ર 43 કિલો રહી ગયું હતું. તેના માતા-પિતા, શીલા અને ક્લે ફ્લેચર, જેઓ સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતા હતા, તેઓ તે જ ઘરમાં રહેતા હોવા છતાં દીકરીની આ હાલત તરફ આંખ આડા કાન કરતા રહ્યા.
‘હૈવાન’ માતા-પિતાને 20 વર્ષની સજા
આ કેસ જ્યારે કોર્ટમાં પહોંચ્યો ત્યારે જજે આ ઘટનાને ‘અત્યંત ક્રૂર અને અમાનવીય’ ગણાવી હતી. માતા-પિતાએ કોર્ટમાં દલીલ કરી હતી કે તેમની દીકરી તે સોફા પરથી હટવા માંગતી નહોતી, પરંતુ પુરાવાઓએ તેમની પોલ ખોલી નાખી હતી. કોર્ટે બંનેને દીકરી (Daughter)ની હત્યા (Manslaughter) ના દોષી ઠેરવ્યા છે અને તેમને 20 વર્ષની સખત જેલની સજા ફટકારી છે. પાડોશીઓ પણ આ જાણીને આશ્ચર્યમાં હતા કારણ કે તેમને ક્યારેય અંદાજો નહોતો કે ઘરની અંદર આટલી મોટી હેવાનીયત ચાલી રહી છે.
સમાજ માટે લપડાક સમાન કિસ્સો
આ ઘટના માત્ર એક ગુનો નથી, પરંતુ સામાજિક નિષ્ફળતાનું પ્રતીક છે. એક દીકરી (daughter) જે પોતાની બીમારીને કારણે લાચાર હતી, તેને તેના જ માતા-પિતાએ પળેપળે મરવા માટે મજબૂર કરી. આ કિસ્સો સવાલ ઉઠાવે છે કે માનવીય લાગણીઓ ક્યાં જઈ રહી છે? શું કોઈ વ્યક્તિ પોતાના જ લોહી સાથે આટલી હદ સુધી નિર્દય બની શકે? લેસીના મોતે આખી દુનિયામાં માનસિક સ્વાસ્થ્ય અને દિવ્યાંગોની સુરક્ષા અંગે નવી ચર્ચા છેડી દીધી છે.
આ પણ વાંચો: ઓસ્કાર વિજેતાને ઇનામમાં કેટલા રૂપિયા મળે છે? ટ્રોફીની કિંમત જાણીને તમે માથું ખંજવાળવા લાગશો!
આ પણ વાંચો:પ્લાસ્ટિકની બોટલ પરની આડી-ઊભી રેખાઓ પાછળનું અસલી કારણ, કેમ તેને સપાટ બનાવવામાં આવતી નથી?
આ પણ વાંચો: શું તમે જાણો છે આ ભૂતિયા રસ્તાઓનું રહસ્ય? જાણો ભારતના સૌથી ડરામણા રસ્તાઓની કહાની


