Not Set/ ઉન્નાવ ગેંગરેપ પીડીતાની હાલત ગંભીર,પરિવારજનો ઉતર્યા ધરણાં પર

લખનઉ, ઉત્તર પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર દુષ્કર્મનો આરોપ લગાવનાર પીડિતાની હાલત ગંભીર થઇ રહી છે. લખનઉના ટ્રોમા સેન્ટરમાં તેની સારવાર થઇ રહી છે. સુરક્ષાના કારણોને જોતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરિવાર જેલમાં બંધ પીડિતાના કાકાને પેરોલની માંગ સાથે ધરણાં પર ઉતર્યા છે,તો ત્યાં જ સપાના ચીફ અખિલેશ યાદવ હોસ્પિટલમાં દાખલ પીડિતાની […]

Top Stories India
wefcgwedo 11 ઉન્નાવ ગેંગરેપ પીડીતાની હાલત ગંભીર,પરિવારજનો ઉતર્યા ધરણાં પર

લખનઉ,

ઉત્તર પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર દુષ્કર્મનો આરોપ લગાવનાર પીડિતાની હાલત ગંભીર થઇ રહી છે. લખનઉના ટ્રોમા સેન્ટરમાં તેની સારવાર થઇ રહી છે. સુરક્ષાના કારણોને જોતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરિવાર જેલમાં બંધ પીડિતાના કાકાને પેરોલની માંગ સાથે ધરણાં પર ઉતર્યા છે,તો ત્યાં જ સપાના ચીફ અખિલેશ યાદવ હોસ્પિટલમાં દાખલ પીડિતાની હાલત વિશે જાણવા પહોંચ્યા છે.

અખિલેશે કહ્યું કે આ ઘટનાથી આંચકો લાગ્યો છે. પીડિતા જીવનની જંગ લડી રહી છે અને સરકાર આરોપીઓને બચાવવામાં વ્યસ્ત છે. અખિલેશે આ ઘટના માટે ઉત્તર પ્રદેશ સરકારને દોષી ઠેરવી છે.

મંગળવારે પીડીતાના પરિવારજનો હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર જ ધરણા પર બેસી ગયા. પરિવારની માંગ છે કે જ્યાં સુધી પીડિતાના કાકાને પેરોલ નહી મળે ત્યાં સુધી અકસ્માતમાં માર્યા ગયેલાંઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહીં. પરિવારજનોએ સરકારને પીડિતાના કાકાને પેરોલ આપવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે 28 જૂલાઇના રોજ થયેલા અકસ્માતમાં પીડિતાના કાકીનું મૃત્યું થયું હતું. પોસ્ટમાર્ટમમાં મૃતદેહને રાખી પરિવારજનો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

રાયબરેલી માર્ગ અકસ્માતમાં મોત બાદ પીડિતાની કાકીની લાશને શબઘરમાં રાખવામાં આવી છે. પરિવારનું કહેવું છે કે પીડિતાના કાકાની પેરોલ મેળવ્યા બાદ જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો ત્યાં જ રાષ્ટ્રીય મહિલા આયોગ પીડિતને મળવા ટ્રોમા સેન્ટર પહોંચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.