Not Set/ બારાબંકી/ ખેતરનું ધ્યાન રાખવા ગયેલી કિશોરી સાથે બળાત્કાર બાદ કરાઈ હત્યા

ઉત્તર પ્રદેશના બારાબંકીથી એક 12 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યા બાદ હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.  સગીરા તેના ખેતરમાં વાવેલા પાકનું ધ્યાન રાખવા માટે ઘરની બહાર નીકળી હતી. ત્યારે જ એક યુવકે સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો હતો, ત્યારબાદ તેનું મોઢું અને ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. મોડી સાંજ સુધીમાં સગીરા ઘરે પરત ન […]

Uncategorized

ઉત્તર પ્રદેશના બારાબંકીથી એક 12 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યા બાદ હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.  સગીરા તેના ખેતરમાં વાવેલા પાકનું ધ્યાન રાખવા માટે ઘરની બહાર નીકળી હતી. ત્યારે જ એક યુવકે સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો હતો, ત્યારબાદ તેનું મોઢું અને ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી.

મોડી સાંજ સુધીમાં સગીરા ઘરે પરત ન આવી ત્યારે પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ખેતરમાં ન મળતાં પરિવારજનો અને ગ્રામજનોએ નજીકમાં તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન બાળકીનો મૃતદેહ પડોશી ખેતરમાં પડ્યો હતો. શુક્રવારે મોડી રાત્રે બનેલી ઘટનાની માહિતી પર એસપી સહિત તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી, પરંતુ આરોપીની ઓળખ થઈ શકી નથી.

શનિવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ રામનગર પોલીસ સ્ટેશનની પોલીસ સક્રિય થઈ હતી અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેઓએ 32 વર્ષ જુનો અટલ નામનો યુવાન પકડ્યો હતો. પોલીસે પૂછપરછ કરતાં આરોપી અટલને આ સમગ્ર રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો હતો.

પોલીસ અધિક્ષક અરવિંદ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, 12 વર્ષીય સગીર બાળકી તેની માતા સાથે રોજ બટાઇના સરસવના ખેતરમાં જતી હતી. તે શુક્રવારના  દિવસે ગઈ હતી. પાછળથી તેની માતા પણ ગઈ હતી, પરંતુ ત્યાં તેની પુત્રી મળી શકી નહીં. પાછી ગામમાં આવીને તેની તપાસ કર્યા પછી પણ તે ત્યાં મળી ન હતી. સગીરા ડેડબોડી રાત્રે અડીને આવેલા ખેતરમાં મળી હતી. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે અટલ નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.