અમદાવાદ/ ચોથી ટી-20માં ઇંગ્લેન્ડ સામે ભારતની 8 રને જીત, સીરીઝ 2-2થી બરાબર, શાર્દુલની 3 વિકેટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટી-20માં ભારતે ઇંગ્લેન્ડને 8 રને હરાવ્યું છે. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 3 વિકેટ લીધી હતી જ્યારે રાહુલ ચહર, હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારે 2-2 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 57 રન બનાવ્યા. ટોસ હારીને પહેલી બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 185 રન […]

Top Stories Sports
navbharat times ચોથી ટી-20માં ઇંગ્લેન્ડ સામે ભારતની 8 રને જીત, સીરીઝ 2-2થી બરાબર, શાર્દુલની 3 વિકેટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટી-20માં ભારતે ઇંગ્લેન્ડને 8 રને હરાવ્યું છે. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 3 વિકેટ લીધી હતી જ્યારે રાહુલ ચહર, હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારે 2-2 વિકેટ ઝડપી હતી.

ભારત તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 57 રન બનાવ્યા. ટોસ હારીને પહેલી બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 185 રન બનાવ્યા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 177 રન જ કરી શકી. ઇંગ્લેન્ડ તરફથી જેસોન રોયે 40 રન, સ્ટોક્સે 46 રન કર્યા હતા. ભારત તરફથી શ્રેયસ ઐયરે 37 રન જ્યારે પંતે 30 રનનું યોગદાન આપ્યું હતું.