T20WC2024/ IND vs PAK LIVE: પાક.નો ટી-20 વર્લ્ડ કપમાં સળંગ બીજો પરાજય, ભારત સામે 6 રને હાર્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની શાનદાર મેચ રમાવાની છે. આ મેચ માટે બંને ટીમ ન્યૂયોર્કમાં સખત મહેનત કરી રહી છે.

Top Stories T20 WC 2024 Trending Breaking News Sports
WhatsApp Image 2024 06 09 at 17.34.25 IND vs PAK LIVE: પાક.નો ટી-20 વર્લ્ડ કપમાં સળંગ બીજો પરાજય, ભારત સામે 6 રને હાર્યું

IND vs PAK : ટી20 વર્લ્ડ કપમાં લો સ્કોરિંગ મેચમાં ભારતના 119 રનના જવાબમાં પાકે. 20 ઓવરના અંતે 7 વિકેટે 113 રન નોંધાવતા વર્લ્ડ કપમાં પાક.નો સળંગ બીજી મેચમાં પરાજય થયો હતો. ભારતના 119 રનના જવાબમાં પાકિસ્તાને ભારતીય બોલરોની ચુસ્ત બોલિંગના પગલે 20 ઓવરમાં 7 વિકેટે 113 રન કર્યા હતા. પાક.ને જીતવા માટે અંતિમ ઓવરમાં 18 રન કરવાના હતા, પરંતુ તે ફક્ત 11 રન જ કરી શક્યું હતું. આમ પાકનો છ રને પરાજય થયો છે.

19 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 102 રન છે. હવે પાકિસ્તાને જીતવા માટે 6 બોલમાં 18 રન બનાવવા પડશે જે લગભગ અશક્ય છે. એવું કહેવું ખોટું નહીં હોય કે ભારતીય બોલરોએ ચમત્કાર કરી બતાવ્યો છે. બુમરાએ નાખેલી 19મી ઓવરમાં ફક્ત ત્રણ રન આવ્યા અને ઇફ્તિખારની વિકેટ આવી. આ સાથે બુમરાએ મેચમાં 4 ઓવરમાં 14 રન આપી 3 વિકેટ ઝડપી છે અને હાર્દિક પંડ્યાએ 24 રન આપી બે વિકેટ ઝડપી છે. જ્યારે અક્ષર પટેલે એક વિકેટ ઝડપી હતી. આમ ત્રણ ગુજરાતીઓએ અડધા ઉપરાંતની પાક. ટીમને ઓલઆઉટ કરી નાખી હતી.

આ પહેલાં ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમમમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ માત્ર 119 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાનને હવે 120 રનનો ટાર્ગેટ છે. ભારત તરફથી રિષભ પંતે 31 બોલમાં સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલી 04, રોહિત શર્મા 13, સૂર્યકુમાર યાદવ 07, શિવમ દુબે 03 અને રવિન્દ્ર જાડેજા શૂન્ય રને આઉટ થયા હતા. પાકિસ્તાન તરફથી નસીમ શાહ અને હરિસ રઉફે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ આમિરને બે સફળતા મળી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની શાનદાર મેચ રમાવાની છે. આ મેચ માટે બંને ટીમ ન્યૂયોર્કમાં સખત મહેનત કરી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી આ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે આ મેચ દરમિયાન વરસાદનું વિધ્ન જોવા મળી રહ્યું છે.

India vs Pakistan T20 World Cup 2024 Live:

01:10 AM ભારતનો સળંગ બીજો વિજય
પાકે. 20 ઓવરના અંતે 7 વિકેટે 113 રન નોંધાવતા વર્લ્ડ કપમાં પાક.નો સળંગ બીજી મેચમાં પરાજય થયો હતો. ભારતના 119 રનના જવાબમાં પાકિસ્તાને ભારતીય બોલરોની ચુસ્ત બોલિંગના પગલે 20 ઓવરમાં 7 વિકેટે 113 રન કર્યા હતા. પાક.ને જીતવા માટે અંતિમ ઓવરમાં 18 રન કરવાના હતા, પરંતુ તે ફક્ત 11 રન જ કરી શક્યું હતું. આમ પાકનો છ રને પરાજય થયો હતો.

01:05 AM મેચ ભારતની પકડમાં છે
19 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 102 રન છે. હવે પાકિસ્તાને જીતવા માટે 6 બોલમાં 18 રન બનાવવા પડશે જે લગભગ અશક્ય છે. એવું કહેવું ખોટું નહીં હોય કે ભારતીય બોલરોએ ચમત્કાર કરી બતાવ્યો છે. બુમરાએ નાખેલી 19મી ઓવરમાં ફક્ત ત્રણ રન આવ્યા અને ઇફ્તિખારની વિકેટ આવી. આ સાથે બુમરાએ મેચમાં 4 ઓવરમાં 14 રન આપી 3 વિકેટ ઝડપી છે અને હાર્દિક પંડ્યાએ 24 રન આપી બે વિકેટ ઝડપી છે. જ્યારે અક્ષર પટેલે એક વિકેટ ઝડપી હતી. આમ ત્રણ ગુજરાતીઓએ અડધા ઉપરાંતની પાક. ટીમને ઓલઆઉટ કરી નાખી હતી.

00:57 AM પાકિસ્તાનને હવે 12 બોલમાં 21 રનની જરૂર 
18 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 5 વિકેટે 99 રન છે. પાકિસ્તાનને હવે 12 બોલમાં જીતવા માટે 21 રન બનાવવાના છે. એવું કહેવું ખોટું નહીં હોય કે ભારતીય બોલરોએ ચમત્કાર કરી બતાવ્યો છે. જોકે, ઈમાદ વસીમ અને ઈફ્તિખાર અહેમદ ક્રિઝ પર છે.

00:50 AM  પાકિસ્તાનને હવે 18 બોલમાં 30 રનની જરૂર 
પાકિસ્તાનનો સ્કોર 17 ઓવરમાં 5 વિકેટે 90 રન છે. પાકિસ્તાને હવે 18 બોલમાં જીતવા માટે 30 રન બનાવવાના છે. એવું કહેવું ખોટું નહીં હોય કે ભારતીય બોલરોએ ચમત્કાર કરી બતાવ્યો છે. હાલમાં ઈમાદ વસીમ અને ઈફ્તિખાર અહેમદ ક્રિઝ પર છે.

00:47 AM પાકિસ્તાનની પાંચમી વિકેટ પડી
પાકિસ્તાનની પાંચમી વિકેટ 17મી ઓવરમાં 88 રનના સ્કોર પર પડી હતી. ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરી છે. મેચ હવે ભારતના નિયંત્રણમાં છે. શાદાબને આઉટ કરીને હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનને પાંચમો ઝટકો આપ્યો હતો.

00:44 AM મેચ ભારત તરફ વળી
16 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 4 વિકેટે 85 રન છે. પાકિસ્તાનને હવે 24 બોલમાં જીતવા માટે 35 રન બનાવવાના છે. ભારતીય બોલરોએ મેચમાં જોરદાર વાપસી કરી છે. ઇમાદ વસીમ 14 બોલમાં આઠ રન અને શાદાબ ખાન પાંચ બોલમાં બે રન પર છે.

00:35 AM  પાકિસ્તાનની ચોથી વિકેટ પડી
14.1 ઓવરમાં પાક.ની ચોથી વિકેટ વિકેટ 80 રનના સ્કોર પર પડી. બુમરાએ સેટ થયેલા રિઝવાનને 31 રને બોલ્ડ કર્યો. 14 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 3 વિકેટે 80 રન છે. પાકિસ્તાનને હજુ 36 બોલમાં જીતવા માટે 40 રનની જરૂર છે. આવી સ્થિતિમાં જસપ્રીત બુમરાહ પાસેથી ચમત્કારની અપેક્ષા રાખવામાં આવશે. રિઝવાન 43 બોલમાં 31 રન બનાવીને રમતમાં છે. ઈમાદ વસીમ પણ આઠ બોલમાં પાંચ રન બનાવીને રમતમાં છે.

00:26 AM પાકિસ્તાનની ત્રીજી વિકેટ પડી
પાકિસ્તાનની ત્રીજી વિકેટ 13મી ઓવરમાં 73ના કુલ સ્કોર પર પડી હતી. હાર્દિક પંડ્યાએ ફખર ઝમાનને વિકેટ પાછળ કેચ કરાવ્યો હતો. ફખર આઠ બોલમાં 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઋષભ પંતે તેનો કેચ લીધો હતો.

00:16 AM પાકિસ્તાનની બીજી વિકેટ પડી
પાકિસ્તાને 11મી ઓવરમાં 57 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. અક્ષર પટેલે ઉસ્માન ખાનને LBW આઉટ કરીને પાકિસ્તાનને બીજો ઝટકો આપ્યો હતો. જો કે, મેચ પર કબજો જમાવવા માટે ભારતીય બોલરોએ વહેલી તકે વધુ 3 થી 4 વિકેટ લેવી પડશે.

00:06 AM પાકિસ્તાનનો સ્કોર 50ને પાર
મોહમ્મદ રિઝવાન અને ઉસ્માન ખાન મેચને ભારતની પકડથી દૂર લઈ જઈ રહ્યા છે. 8 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર એક વિકેટે 51 રન છે. રિઝવાન 31 બોલમાં એક છગ્ગા સાથે 22 રન બનાવી રહ્યો છે. જ્યારે ઉસ્માન ખાન 13 બોલમાં 12 રન બનાવીને રમતમાં છે.

23:55 PM પાકિસ્તાનનો સ્કોર 35/1
6 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર એક વિકેટે 35 રન છે. હાર્દિક પંડ્યાની આ ઓવરમાં રિઝવાને આગળની બાજુએ સિક્સર ફટકારી હતી. જોકે, ઓવરમાં માત્ર 9 રન જ આવ્યા હતા. રિઝવાન 23 બોલમાં 17 રન બનાવીને રમતમાં છે. ઉસ્માન ખાન પણ એક રન પર છે.

23:36 PM પાક.નો સ્કોર 15-0
2 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર કોઈ વિકેટ વિના 15 રન છે. બાબર આઝમ ત્રણ બોલમાં એક ચોગ્ગા સાથે આઠ રન પર છે. જ્યારે મોહમ્મદ રિઝવાન 9 બોલમાં પાંચ રન પર છે. ભારતીય બોલરો વિકેટ લેવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે.

23:29 PM  અર્શદીપની ઓવરમાં 9 રન
ભારત તરફથી પ્રથમ ઓવર અર્શદીપ સિંહે ફેંકી હતી. આ ઓવરમાં કુલ 9 રન આવ્યા હતા. મોહમ્મદ રિઝવાન પાંચ બોલમાં ચાર રન અને બાબર આઝમ એક બોલમાં ત્રણ રન પર છે. પાકિસ્તાનને 120 રનનો ટાર્ગેટ છે.

23:12 PM પાકિસ્તાનને 120 રનનું લક્ષ્ય 

ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ માત્ર 119 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાનને હવે 120 રનનો ટાર્ગેટ છે. ભારત તરફથી રિષભ પંતે 31 બોલમાં સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલી 04, રોહિત શર્મા 13, સૂર્યકુમાર યાદવ 07, શિવમ દુબે 03 અને રવિન્દ્ર જાડેજા શૂન્ય રને આઉટ થયા હતા. પાકિસ્તાન તરફથી નસીમ શાહ અને હરિસ રઉફે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ આમિરને બે સફળતા મળી હતી.

23:04 PM હરિસે સતત બે વિકેટ લીધી
હરિસ રઉફે 18મી ઓવરમાં ટીમ ઈન્ડિયાને બે મોટા ઝટકા આપ્યા હતા. હરિસે પહેલા હાર્દિક પંડ્યાને આઉટ કરીને જસપ્રિત બુમરાહને પેવેલિયન મોકલ્યો હતો. 18 ઓવર પછી ભારતનો સ્કોર 9 વિકેટે 113 રન છે.

22:56 PM ભારતનો સ્કોર 106/7
17 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર સાત વિકેટે 106 રન છે. હાર્દિક પંડ્યા આઠ બોલમાં એક રન પર છે. જ્યારે અર્શદીપ સિંહ 13 બોલમાં 9 રન બનાવીને રમતમાં છે. ભારતીય ટીમ સ્કોરને 140ની નજીક લઈ જવા ઈચ્છે છે.

22:53 PM  ભારતનો સ્કોર 100/7
16 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર સાત વિકેટે 100 રન છે. હાર્દિક પંડ્યા આઠ બોલમાં એક રન પર છે. જ્યારે અર્શદીપ સિંહ સાત બોલમાં ત્રણ રન પર છે. ભારતીય ટીમ સ્કોરને 140ની નજીક લઈ જવા ઈચ્છે છે.

22:47 PM આમિરે એક ઓવરમાં બે વિકેટ લીધી
મોહમ્મદ આમિરે 15મી ઓવરમાં ટીમ ઈન્ડિયાને બે મોટા ઝટકા આપ્યા હતા. આમિરે પહેલા રિષભ પંતને પેવેલિયન મોકલ્યો અને પછી રવિન્દ્ર જાડેજાને આઉટ કર્યો. ભારતે 96 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી છે. નસીમ શાહે 3 અને મોહમ્મદ આમિરે 2 વિકેટ લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

22:41 PM ભારતનો સ્કોર 96/5
14 ઓવરમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટે 96 રન છે. રિષભ પંત 30 બોલમાં 42 રન બનાવીને રમતમાં છે. તેણે 6 ચોગ્ગા ફટકાર્યા છે. જ્યારે હાર્દિક પંડ્યાએ હજુ ખાતું ખોલાવ્યું નથી.

22:38 PM ભારતની પાંચમી વિકેટ પડી
નસીમ શાહે 14મી ઓવરમાં ટીમ ઈન્ડિયાને પાંચમો ઝટકો આપ્યો છે. ભારતે 95ના કુલ સ્કોર પર પાંચમી વિકેટ ગુમાવી હતી. નસીમ શાહે શિવમ દુબેને તેના જ બોલ પર કેચ આઉટ કર્યો હતો. દુબે 9 બોલમાં માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો.

22:34 PM ભારતનો સ્કોર 93/4
ઈમાદ વસીમે 13મી ઓવરમાં માત્ર ચાર રન આપ્યા હતા. ટીમ ઈન્ડિયાનો સ્કોર હવે 4 વિકેટે 93 રન છે. રિષભ પંત 29 બોલમાં 41 રન બનાવીને રમતમાં છે. જ્યારે શિવમ દુબે આઠ બોલમાં ત્રણ રન પર છે. અચાનક દોડવાની ગતિ ફરી બંધ થઈ ગઈ.

22:30 PM હરિસે સૂર્યકુમારને પેવેલિયનમાં મોકલ્યો
12મી ઓવરમાં હરિસ રઉફે ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો આપ્યો હતો. હરિસે સૂર્યકુમાર યાદવને કેચ આઉટ કરાવ્યો હતો. ભારતીય ટીમે 89 રનમાં ચોથી વિકેટ ગુમાવી દીધી છે. જોકે, રિષભ પંત બીજા છેડેથી શાનદાર બેટિંગ કરી રહ્યો છે.

22:19 PM પંતે હરિસ રઉફ પર ચોગ્ગાની હેટ્રિક ફટકારી
10મી ઓવરમાં રિષભ પંતે હરિસ રઉફ પર સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરમાં કુલ 13 રન આવ્યા હતા. 10 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 81 રન છે. રિષભ પંત 23 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 34 રન સુધી પહોંચી ગયો છે. જ્યારે સૂર્યકુમાર યાદવ ચાર બોલમાં એક ચોગ્ગા સાથે પાંચ રન પર છે.

22:14 PM ભારતનો સ્કોર 68/3
9 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 68 રન છે. રિષભ પંત 18 બોલમાં 21 રન બનાવીને રમતમાં છે. તેણે બે ચોગ્ગા ફટકાર્યા છે. સૂર્યકુમાર યાદવ ત્રણ બોલમાં પાંચ રન પર છે.

22:08  ભારતની ત્રીજી વિકેટ પડી
ટીમ ઈન્ડિયાએ 8મી ઓવરમાં 59 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી છે. નસીમ શાહે અક્ષર પટેલને બોલ્ડ આઉટ કર્યો હતો. તે 18 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી બે ચોગ્ગા અને એક છગ્ગો આવ્યો હતો.

22:06 ભારતનો સ્કોર 57/2
7 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 57 રન છે. અક્ષર પટેલ 15 બોલમાં 20 રન બનાવીને રમતમાં છે. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે. રિષભ પંત 12 બોલમાં બે ચોગ્ગાની મદદથી 16 રન બનાવીને રમી રહ્યો છે. બંને વચ્ચે 26 બોલમાં 38 રનની ભાગીદારી છે.

21:59 PM  ભારતનો સ્કોર 50ને પાર 
છઠ્ઠી ઓવરમાં 12 રન આવ્યા. જો કે આમાં ઋષભ પંતને પણ બે જીવ મળ્યા હતા. છેલ્લી બે ઓવરમાં કુલ 26 રન બનાવ્યા હતા. 6 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 50 રન છે. અક્ષર પટેલ 12 બોલમાં 15 રન બનાવીને રમતમાં છે. રિષભ પંત 9 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે.

21:54 PMઃ ભારતનો સ્કોર 38/2
પાંચમી ઓવરમાં કુલ 14 રન આવ્યા. શાહીન આફ્રિદીની આ ઓવરમાં અક્ષર પટેલે એક સિક્સર અને એક ફોર ફટકારી હતી. 5 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 38 રન છે. અક્ષર પટેલ 10 બોલમાં 14 રન બનાવીને રમતમાં છે. રિષભ પંત પાંચ બોલમાં ચાર રન પર છે.

9:41 PM: ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો

શાહીન આફ્રિદીએ ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો આપ્યો છે. શાનદાર ફોર્મમાં દેખાઈ રહેલા રોહિત શર્માને તેણે પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. આ મેચમાં રોહિત શર્માએ 13 રનની ઇનિંગ રમી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 19/2

9:32 PM: વિરાટ કોહલી આઉટ

વિરાટ કોહલીના રૂપમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહે ભારતને મોટો ઝટકો આપ્યો છે. આ મેચમાં વિરાટ કોહલીએ માત્ર 4 રનની ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાનો સ્કોર 12/1

9:00 PM: પહેલી ઓવર પૂરી થતા વરસાદ 

વરસાદના કારણે મેચ ફરી રોકી દેવામાં આવી છે. માત્ર પ્રથમ ઓવર જ નાખવામાં આવી છે. રોહિત શર્માએ પ્રથમ ઓવરમાં જ શાનદાર સિક્સર ફટકારી હતી.

8:56 PM: ન્યૂયોર્કમાં ભારત-પાકિસ્તાન જંગ શરૂ 

ન્યૂયોર્કમાં ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ શરૂ થઈ ગઈ છે. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી છે. શાહીન આફ્રિદીએ પાકિસ્તાનના બોલિંગ આક્રમણની કમાન સંભાળી હતી. તેણે પ્રથમ ઓવરમાં 8 રન આપ્યા હતા. રોહિતે પહેલા બોલ પર ડબલ લીધો અને ત્રીજા બોલ પર સ્ક્વેર લેગ તરફ સિક્સર ફટકારી.

 8:50 PM: રાષ્ટ્રગીત માટે મેદાનમાં ટીમો

ભારત અને પાકિસ્તાનની ટીમો રાષ્ટ્રગીત માટે મેદાનમાં  પહોંચી ગઈ છે.

 8:35 PM: ફરી એકવાર વરસાદે ખલેલ પહોંચાડી 

ટોસ બાદ વરસાદે ફરી હાહાકાર મચાવ્યો હતો. જોકે થોડીવાર બાદ વરસાદ બંધ થઈ ગયો હતો. કવર દૂર કરવામાં આવ્યા છે. મેચ શરૂ થવામાં વિલંબ થશે.

 8:30 PM: 8:50 વાગ્યે શરૂ થશે મેચ

વરસાદના કારણે ભારત-પાકિસ્તાન મેચના સમયમાં ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રમત 8:50 વાગ્યે શરૂ થશે.

8:25 PM: પાકિસ્તાન પ્લેઇંગ 11

બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટ કીપર), ઉસ્માન ખાન, ફખર જમાન, શાદાબ ખાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, શાહીન આફ્રિદી, હરિસ રઉફ, નસીમ શાહ, મોહમ્મદ આમિર.

8: 26 PM: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટ-કીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.

8:00 PM: ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરી રહી છે

પાકિસ્તાને ભારતીય ટીમ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયા કોઈ ફેરફાર કર્યા વિના મેદાનમાં ઉતરી રહી છે. પાકિસ્તાનની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: T20 WCનો સૌથી મોટો અપસેટ, અમેરિકાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવી ઇતિહાસ રચ્યો

આ પણ વાંચો: ધોની કરતાં પણ વધુ કમાય છે આ ક્રિકેટર, વૈભવી જીવનમાં જીવતો ખેલાડી

આ પણ વાંચો: મહિને 1 કરોડ કમાય છે! યુવરાજ સિંહની નેટવર્થ જાણીને ચોંકી જશો