Not Set/ ગ્લોબલ બિઝનેશ ફોરમમાં PM મોદીએ આપ્યુ મોટુ નિવેદન, ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરશે 1.3 ટ્રિલિયનનું રોકાણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે ભારતે રોકાણ વધારવા માટે ઘણા નિર્ણયો લીધા છે. તેમણે કહ્યું હતું કે, આગામી વર્ષોમાં ભારત  1.3 ટ્રિલિયન ડોલરનું આધુનિક માળખાકીય સુવિધામાં રોકાણ કરશે. આ સાથે, દેશમાં સામાજિક મૂળભૂત સુવિધાઓ પર લાખો કરોડો ખર્ચ કરવામા આવી રહ્યા છે. […]

World

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે ભારતે રોકાણ વધારવા માટે ઘણા નિર્ણયો લીધા છે. તેમણે કહ્યું હતું કે, આગામી વર્ષોમાં ભારત  1.3 ટ્રિલિયન ડોલરનું આધુનિક માળખાકીય સુવિધામાં રોકાણ કરશે. આ સાથે, દેશમાં સામાજિક મૂળભૂત સુવિધાઓ પર લાખો કરોડો ખર્ચ કરવામા આવી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે જો તમારે એવા માર્કેટમાં રોકાણ કરવું હોય કે જ્યાં સ્કેલ હોય તો ભારત આવી આવી શકો છો. જો તમારે સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમ અને શહેરીકરણમાં રોકાણ કરવું હોય તો ભારત આવો. મોદીએ વધુમાં કહ્યું કે, આજે ભારતમાં એક સરકાર છે, જે દેશનાં વ્યવસાયિક વાતાવરણમાં સુધારણા તરફ કામ કરી રહી છે.

કોર્પોરેટમાં ટેક્સ ઘટાડીને ભારતે સકારાત્મક સંદેશ આપ્યો છે. આ રોકાણનાં સ્તરે એક ખૂબ જ ક્રાંતિકારી પગલું છે અને આ નિર્ણય પછી, વ્યવસાય જગતનાં બધા લોકો જે સાથે મારી વાત થઇ અને જે મળ્યા છે, તે આ નિર્ણયને ખૂબ ઐતિહાસિક માને છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, અમારા સપના અને તમારી ઇચ્છાઓ સારી રીતે મેચ થાય છે. તમારી તકનીક અને અમારી પ્રતિભા વિશ્વને બદલી શકે છે. તમારા સ્કેલ અને અમારી કુશળતા વૈશ્વિક આર્થિક વિકાસને વેગ આપી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારતને રોકાણ માટે વિશ્વસનીય અને અનન્ય બનાવનારી ચાર પરિબળો ડેમોક્રેસી, ડેમોગ્રાફી, માંગ અને નિર્ણય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.