Not Set/ IND v/s SA : અંતિમ ટેસ્ટ મેચમાં ભારતે ૬૩ રને મેળવી શાનદાર જીત

ભારત અને દક્ષિણ આફિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચ સીરીઝની અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ૬૩ રને શાનદાર જીત મેળવી છે. અંતિમ ટેસ્ટમાં ઝડપી બોલર મોહમ્મદ શામીએ તરખાટ મચાવતા આફ્રિકન ટીમ ૧૭૭ રનમાં સમેટાઈ ગઈ હતી ભારતે ૬૩ રને વિજય મેળવ્યો હતો. ૨૪૧ રનનો પીછો કરતા આફ્રિકન બેટ્સમેન ડીન એલ્ગર અને હાશિમ અમલાએ અડધી […]

Sports

ભારત અને દક્ષિણ આફિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચ સીરીઝની અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ૬૩ રને શાનદાર જીત મેળવી છે. અંતિમ ટેસ્ટમાં ઝડપી બોલર મોહમ્મદ શામીએ તરખાટ મચાવતા આફ્રિકન ટીમ ૧૭૭ રનમાં સમેટાઈ ગઈ હતી ભારતે ૬૩ રને વિજય મેળવ્યો હતો. ૨૪૧ રનનો પીછો કરતા આફ્રિકન બેટ્સમેન ડીન એલ્ગર અને હાશિમ અમલાએ અડધી સદી ફટકારી હતી. જયારે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શામીએ શાનદાર બોલિંગ પ્રદર્શન કરતા ૫ વિકેટ ઝડપી હતી તેમજ જસપ્રીત બુમરાહ અને ઇશાંત શર્માએ ૨-૨ વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમારને “મેન ઓફ ધી મેચ” તેમજ ત્રણ મેચની સીરીઝમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વર્નોન ફિલેન્ડરની “મેન ઓફ ધી સીરીઝ” માટે પસંદગી કરવામાં આવી હતી.

ભારત દ્વારા આપવામાં આવેલા ૨૪૧ રનના જવાબમાં આફ્રિકન ટીમની શરૂઆત સારી હતી અને લંચ સુધી તેમણે માત્ર એક વિકેટ ગુમાવી હતી અને મેચ જીતી શકે તેવી શક્યતાઓ હતી. પરંતુ લંચ બાદ હાશિમ અમલાના આઉટ થયા બાદ મોહમ્મદ શામીના તરખાટ સામે કોઈ પણ આફ્રિકન બેટ્સમેન ટકી શક્યા ન હતા અને ૧૭૭ રનમાં સમેટાઈ ગઈ હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પહેલી ઈનિંગમાં ભારતે ૧૮૭ રન બનાવ્યા હતા. તેની સામે સાઉથ આફ્રિકાએ ૧૯૪ રન બનાવ્યા હતા અને ૭ રનની લીડમેળવી હતી. જ્યારે બીજી ઇનિંગ્સમાં ભારતે ૨૪૭ રન બનાવ્યા હતા અને જીત માટે સાઉથ આફ્રિકા સામે ૨૪૧ રનનો ટાર્ગેટ મુક્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકા ૧૭૭ રન પર ઓલ આઉટ થયું હતું