Not Set/ યશવંત સિન્હાનો પીએમ મોદી પર વધુ એક પલટવાર, જાણો શું કહ્યું ?

પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા યશવંત સિન્હાએ પીએમ મોદી પર વધુ એક વાર પલટવાર કર્યો છે. પીએમ મોદીએ અર્થવ્યવસ્થા પર ઉભા થયેલા પ્રશ્નોના જવાબ આપ્યા બાદ પૂર્વ નાણામંત્રીએ કહ્યું, હું પોતે પણ ભીષ્મ છુ. આ અંગે વધુ જણાવતા યશવંત સિન્હાએ કહ્યું, પીએમ મોદીએ પોતાના નિવેદનમાં મહાભારતના શલ્યનો ઉલ્લેખ કર્યો, પરંતુ હું ભીષ્મ છુ, હું કોઈ પણ કિમત […]

India
original યશવંત સિન્હાનો પીએમ મોદી પર વધુ એક પલટવાર, જાણો શું કહ્યું ?

પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા યશવંત સિન્હાએ પીએમ મોદી પર વધુ એક વાર પલટવાર કર્યો છે. પીએમ મોદીએ અર્થવ્યવસ્થા પર ઉભા થયેલા પ્રશ્નોના જવાબ આપ્યા બાદ પૂર્વ નાણામંત્રીએ કહ્યું, હું પોતે પણ ભીષ્મ છુ. આ અંગે વધુ જણાવતા યશવંત સિન્હાએ કહ્યું, પીએમ મોદીએ પોતાના નિવેદનમાં મહાભારતના શલ્યનો ઉલ્લેખ કર્યો, પરંતુ હું ભીષ્મ છુ, હું કોઈ પણ કિમત પર અર્થવ્યવસ્થાનું ચીર હરણ નહિ થવા દઉં.

download 10 1 યશવંત સિન્હાનો પીએમ મોદી પર વધુ એક પલટવાર, જાણો શું કહ્યું ?

મહત્વનું છે કે, બુધવારના રોજ ધ ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા  (આઈસીએસઆઈ) ના ગોલ્ડન જ્યુબીલી ફંકશનમાં પીએમ મોદીએ આર્થિક નીતિઓ પર વિચારણા કરી હતી. અને તેઓએ કહ્યું હતું કે, કેટલાક લોકો શલ્ય વલણના છે અને જેમની આદત નકારાત્મક સંદેશો આપવાની હોય છે તેથી આવા લોકોની ઓળખ કરવી ખુબ જરૂરી છે.