Not Set/ ગ્વાલિયરમાં ઈન્ડિયન એરફોર્સનું મિગ-21 વિમાન થયુ ક્રેશ, પાયલોટ સુરક્ષિત

ભારતીય વાયુસેના (આઈએએફ) નું ટ્રેનર વિમાન મિગ-21 મધ્યપ્રદેશનાં ગ્વાલિયરમાં ક્રેશ થયું હતું. બુધવારે બનેલી ઘટનામાં બંને પાઇલટ સંપૂર્ણ સલામત છે. બે પાયલોટમાંથી એક ગ્રૂપ કેપ્ટન અને એક સ્ક્વોડ્રન લીડર રેન્કનો છે અને બંને અકસ્માત સમયે કૂંદવામાં સફળ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત થયો ત્યારે વિમાન સૉર્ટી પર હતું. ક્રેશ થયેલ મિગ-21 […]

Top Stories India

ભારતીય વાયુસેના (આઈએએફ) નું ટ્રેનર વિમાન મિગ-21 મધ્યપ્રદેશનાં ગ્વાલિયરમાં ક્રેશ થયું હતું. બુધવારે બનેલી ઘટનામાં બંને પાઇલટ સંપૂર્ણ સલામત છે. બે પાયલોટમાંથી એક ગ્રૂપ કેપ્ટન અને એક સ્ક્વોડ્રન લીડર રેન્કનો છે અને બંને અકસ્માત સમયે કૂંદવામાં સફળ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત થયો ત્યારે વિમાન સૉર્ટી પર હતું.

ક્રેશ થયેલ મિગ-21 કાદવમાં જઇને પડ્યુ હતુ. હાલ એરફોર્સ તરફથી આ મામલાની તપાસનાં આદેશો આપવામાં આવ્યા છે. સવારે 10 વાગ્યાની આસપાસ વિમાન ક્રેશ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ દુર્ઘટના થઈ તે સ્થળ ભીંડ જિલ્લામાં પડે છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, પ્લેન જે સમયે ક્રેશ થયુ ત્યારે કોઇ ઘટનાસ્થળે હાજર નહોતુ, જેથી કોઇ જાનહાની થઇ નથી. સાથે વિમાનમાં બેઠેલા બંન્ને પાયલોટે ક્રેશ સમય પહેલા જ જમ્પ મારતા તેમનો આબાદ બચાવ થયો હતો.

આ ઘટના સવારે 10 વાગ્યે બની હોવાનુ સામે આવી રહ્યુ છે. સેનાએ કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.