એક્સપોર્ટ/ ભારતીય ખેડૂતો કેનેડામાં કેળા અને બેબીકોર્ન એક્સપોર્ટ કરવા માટે થઇ જાઓ તૈયાર

કેનેડિયન ઓથોરિટીએ ભારતીય ખેત પેદાશ કેળા અને બેબીકોર્નનાં એક્સપોર્ટ માટે મંજૂરી આપી દીધી હોવાની માહિતી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે.

Top Stories Business
કેળા અને બેબીકોર્ન

એક સમય હતો જ્યારે ભારત ઉત્તમ ગુણવત્તાની ચીજ વસ્તુઓ અન્ય દેશમાંથી આયાત કરતો હતો પરંતુ હવે સમય બદલાયો છે. હવે સ્થાનિક ઉત્પાદનને મહત્વ મળતા ભારત આયાતમાંથી નિકાસ કરતો દેશ બની ગયો છે. તાજેતરમાં જ મળતી વિગત અનુસાર ભારત ખૂબ ઝડપથી કેનેડામાં કેળા અને બેબીકોર્ન ની નિકાસ કરશે. કેનેડિયન ઓથોરિટીએ ભારતીય ખેત પેદાશ કેળા અને બેબીકોર્ન નાં એક્સપોર્ટ માટે મંજૂરી આપી દીધી હોવાની માહિતી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે.

નેશનલ પ્લાન્ટ પ્રોટેકશન ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા અને કેનેડા સરકાર વચ્ચે થયેલી વાતચીત બાદ કેનેડિયન માર્કેટમાં ભારતના કેળા અને બેબીકોર્નના વેચાણને મંજૂરી આપવામાં આવી છે. આ મુદ્દે વાત કરવા માટે કૃષિ અને કૃષિકલ્યાણ વિભાગના સેક્રેટરી મનોજ અહુજાએ ભારતમાં કેનેડિયન હાઈ કમિશનર કેમેરોન મૈકી સાથે વાતચીત કરી હતી. આ વાતચીત બાદ ભારત આ મહિનાથી જ કેનેડામાં બેબીકોર્નનું એક્સપોર્ટ શરું કરી શકાશે અને ખૂબ ઝડપથી કેળાનાં એક્સપોર્ટને પણ મંજુરી આપવામાં આવશે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારના આંકડાઓ અનુસાર ભારત દુનિયાભરમાં કેળાનું વધુ ઉત્પાદન કરતા દેશોમાંથી એક છે. દુનિયામાં કેળાના ઉત્પાદનમાંથી 25 ટકા કેળાનું ઉત્પાદન ભારતમાં થાય છે.

ભારતમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, તામીલનાડુ, મહારાષ્ટ્ર, કેરલ, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં મુખ્યત્વે કેળાનું ઉત્પાદન થાય છે. અન્ય સ્થળોની સરખામણીએ આ રાજ્યોમાં કેળાનું 70 ટકા ઉત્પાદન છે. ગુણવત્તાની દ્રષ્ટિએ પણ આ કેળા ઉત્તમ હોવાથી વિદેશોમાં ભારતીય કેળા અને અન્ય ફળોની માગ રહે છે.

આ પણ વાંચો : કેન્સરની સારવાર બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વાપસી પર સંજય દત્તે કહ્યું- ‘હું મરતા સુધી એક્ટિંગ કરતો રહીશ…’

આ પણ વાંચો : શાહરૂખ ખાને પઠાણ બાદ નવી ફિલ્મનું શૂટિંગ કર્યું શરૂ, લીક થયેલા ફોટોમાં ‘બાદશાહ’ને ઓળખવો મુશ્કેલ