Not Set/ સ્વામીએ એવી બેજવાબદાર ટ્વીટ કરી કે ભારતના આ પાડોશી દેશ સાથે સંબંધો થયા ખરાબ

દિલ્હી, ભાજપના રાજ્યસભાના સાસંદ સુબ્રમણ્યમ સ્વામીએ વધુ એક વિવાદાસ્પદ ટ્વીટ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીની આ વખતની ટ્વીટે ભારતને મુશ્કેલીમાં મુકી દીધું છે. સ્વામીએ ભારત સાથે સારા સંબંધો ધરાવતા માલદીવ વિશે એવી ટ્વીટ કરી છે જેના કારણે બંને દેશોની રીલેશનશીપ પર અસર પહોંચે.સ્વામીની આ ટ્વીટ પછી માલદીવના વિદેશ સચિવ અહેમદ સરીરે ભારતના હાઇ કમિશનર અખિલેશ મિશ્રાને […]

Top Stories

દિલ્હી,

ભાજપના રાજ્યસભાના સાસંદ સુબ્રમણ્યમ સ્વામીએ વધુ એક વિવાદાસ્પદ ટ્વીટ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીની આ વખતની ટ્વીટે ભારતને મુશ્કેલીમાં મુકી દીધું છે. સ્વામીએ ભારત સાથે સારા સંબંધો ધરાવતા માલદીવ વિશે એવી ટ્વીટ કરી છે જેના કારણે બંને દેશોની રીલેશનશીપ પર અસર પહોંચે.સ્વામીની આ ટ્વીટ પછી માલદીવના વિદેશ સચિવ અહેમદ સરીરે ભારતના હાઇ કમિશનર અખિલેશ મિશ્રાને સમન આપીને કારણ જાણવા માંગ્યું છે.

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે જો માલદીવમાં ચૂંટણી દરમિયાન ગરબડો થાય તો ભારતે હુમલો કરી દેવો જોઇએ..

સ્વામીની આ ટ્વીટ પર માલદીવ રોષે ભરાયું છે. માલદીવના વિદેશ સચિવે સ્વામીની આ ટ્વીટ પર નારાજગી વ્યક્ત કરી છે. માલદીવે સ્વામીના આ નિવેદનને ચોંકાવનારૂ ગણાવીને અધિકૃત રીતે ભારત પાસે આનો જવાબ માંગ્યો છે.

બીજી બાજુ ભારતે માલદીવને આનો જવાબ આપવાનું ટાળ્યું છે. ભારતનું કહેવું છે કે, સ્વામીનું આ અંગત નિવેદન છે.

સ્વામીના આવા બેફામ નિવેદન બદલ માલદીવના અનેક નાગરિકોએ સોશિયલ મીડીયામાં તેમની વિરૂધ્ધ રોષનો ટોપલો ઠાલવ્યો છે. માલદીવના નાગરિકો એક સુર પર કહે છે કે ભારતે તેમની ચિંતાઓ દુર કરવી જોઇએ. અમારી પર હુમલો કરનારને અમે છોડીશું નહીં.દેશની સાઇઝને ભુલી જાવ અમે લડવા માટે તૈયાર છીએ.અમારે તમારી મદદની જરૂર નથી.

આની સામે સ્વામીનું કહેવું હતું કે માલદીવમાં ચૂંટણીમાં થઇ રહેલી ગરબડોને રોકવામાં આવે. માલદીવને 1988માં ભારતે સેના મોકલીને તેને તામિલ આંતકવાદીઓથી બચાવવામાં આવ્યું હતું. એ સમયે કોઇએ આપત્તિ નહોતી લીધી.