National news ભારત સરકારે પહલગામ હુમલા પછી પાકિસ્તાનથી આયાત કે નિકાસ થતી તમામ ચીજવસ્તુઓ (Goods) ની આયાત પર પ્રતિબંધ (Ban) મૂક્યો છે. વાણિજ્ય વિભાગ દ્વારા બહાર પડાયેલા જાહેરનામા મુજબ ‘પાકિસ્તાન (Pakistan) માં ઉત્પાદિત કે નિકાસ કરાયેલા તમામ માલની સીધી કે પરોક્ષ આયાત કે પરિવહન, તો ભલે એ મુક્તપણે આયાત કરી શકાય તેવી હોય કે તેની પરવાનગી આપવામાં આવેલી હોય તેને તાત્કાલિક અસરથી આગામી આદેશો સુધી પ્રતિબંધિત કરવામાં આવ્ય છે.’
ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. 2019થી બંને દેશો વચ્ચેનો વેપાર સ્થગિત કરાયો છે. 5 ઓગસ્ટ 2019ના રોજ ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યો હતો. જેના લીધે પાકિસ્તાનને ઘણો મોટો ઝટકો લાગ્યો હતો. તે બાદથી જ તેણે ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાની આયાતો પર 200 ટકા ટેક્સ લાદી દીધો હતો. તેમજ પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો રદ કર્યો હતો.
ભારત પાકિસ્તાનથી પ્રતિબંધ પહેલા લગભગ એક ડઝન વસ્તુઓની આયાત કરતું હતું, કેમ કે, તે વસ્તુઓ ભારતના ઘરોમાં તે જરુરિયાતની વસ્તુઓ હતી. જોકે, 2019 બાદ પાકિસ્તાનથી આવતા માલનું પ્રમાણ રીતસરનું ઘટવા પામ્યું છે. જોકે, હવે ભારત સરકારે પાકિસ્તાનના આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. પાકિસ્તાનના માલનો તમામ વેપાર અને પરિવહનને પણ અટકાવી દેવામાં આવ્યો છે.
શનિવારના રોજ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ પાકિસ્તાનથી આયાત કે નિકાસ થતી તમામ વસ્તુઓના આયાત પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયનું સ્વાગત કર્યું અને તેને બોલ્ડ અને નિર્ણાયક ગણાવ્યું હતું.
આ પણ વાંચો:પંજાબ પોલીસે ખાનૌરી અને શંભુ બોર્ડર ખાલી કરી, ઘણા ખેડૂત નેતાઓ કસ્ટડીમાં; NH આજથી ખુલશે
આ પણ વાંચો:વિવાદાસ્પદ ધ્વજ મુદ્દે પંજાબમાં હિમાચલની બસ પર હુમલો, માસ્ક પહેરેલા હુમલાખોરોએ તોડફોડ કરી
આ પણ વાંચો:AAPના મંત્રીઓ 20 મહિના સુધી મંત્રાલય ચલાવતા રહ્યા, જેનો કોઈ પત્તો નહોતો, હવે પંજાબ સરકાર જાગી ગઈ છે
