કોરોના વાઇરસની બીજી ઘાતકી લહરે અનેક લોકોનો કોળીયો કર્યો છે. ત્યારે એમાં કોરોના સામે લડત આપતા ડોક્ટર પણ મોટી સંખ્યામાં મોત ને ભેટ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને માહિતી આપી છે કે કોરોના ની બીજી લહેર દરમિયાન 730 ડોકટરોનાં મોત નીપજ્યાં છે. એસોસિએશને કહ્યું કે બિહારમાં વધુમાં વધુ ડોકટરો મૃત્યુ પામ્યા છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, બિહારમાં 115 ડોકટરોએ જીવ ગુમાવ્યો છે. દિલ્હી બીજા નંબર પર છે જ્યાં કોરોનાને કારણે 109 ડોકટરોનાં મોત નીપજ્યાં છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં 79 ડોક્ટરો, આંધ્રપ્રદેશમાં 38 અને તેલંગાણામાં 37 ડોક્ટરો મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં 23 તબીબોનાં મોત થયાં છે જ્યારે મધ્યપ્રદેશમાં 16 ડોકટરોનાં મોત થયાં છે.
Indian Medical Association (IMA) says 730 doctors have died during second wave of COVID19 pandemic; maximum 115 doctors lost their lives in Bihar, followed by Delhi (109) pic.twitter.com/O84L4gFwD6
— ANI (@ANI) June 16, 2021
રાહુલ ગાંધીએ કોરોનાની બીજી લહેરમાં ડોકટરોના મોત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે હું આ દરેક ડોકટરોને હું સલામ કરું છું જેમણે દેશને કોરોના સંકટથી બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.
ડોકટરોને શહીદ ગણાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ શહીદો બહાદુરીથી મુશ્કેલીઓ અને વિપરીત પરિસ્થિતિનો સામનો કર્યો હતો પરંતુ ક્યારેય હાર માની ન હતી. મારી સંવેદના મૃત્યુ પામેલા ડોકટરોના પરિવારજનો સાથે છે.
આપને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના ચેપના 62,224 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 2,96,33,105 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, 2,542 મૃત્યુ પામ્યા છે. આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ, કોરોનાથી મૃત્યુઆંક વધીને 3,79,573 પર પહોંચી ગયો છે.
