Not Set/ ભારતીય નેવી પહોંચી ગર્ભવતી મહિલાની સહાય માટે, બાળકે લીધો FICમાં જન્મ

“યુધ્ધનાં સમયે યુધ્ધ અને શાંતીનાં સમયે સેવા” નાં સુત્રને ભારતીય નેવી દ્વારા ફરી સિધ્ધ સાબિત કરવામાં આવ્યું છે. 21 નવેમ્બર  ભારતીય નેવીના અંડમાન-નિકાબાર દ્વીપ સમુહનાં એક ટાપુનાં એક દૂરદરાજ ગામમાં એક ગર્ભવતી મહિલા સામે જીવન-મરણનો પ્રશ્ન ઉદ્દભવ્યો. સંકટમાં આવી ગયેલી ગર્ભવતિ મહિલા અને તેના અજન્મ્યા બાળકની વહારે ભાતરીય નેવીનાં આવી પહોંચી. મહિલાની હાલત જોતા મહિલાને તતકાળ […]

India
navy fic ભારતીય નેવી પહોંચી ગર્ભવતી મહિલાની સહાય માટે, બાળકે લીધો FICમાં જન્મ

“યુધ્ધનાં સમયે યુધ્ધ અને શાંતીનાં સમયે સેવા” નાં સુત્રને ભારતીય નેવી દ્વારા ફરી સિધ્ધ સાબિત કરવામાં આવ્યું છે. 21 નવેમ્બર  ભારતીય નેવીના અંડમાન-નિકાબાર દ્વીપ સમુહનાં એક ટાપુનાં એક દૂરદરાજ ગામમાં એક ગર્ભવતી મહિલા સામે જીવન-મરણનો પ્રશ્ન ઉદ્દભવ્યો. સંકટમાં આવી ગયેલી ગર્ભવતિ મહિલા અને તેના અજન્મ્યા બાળકની વહારે ભાતરીય નેવીનાં આવી પહોંચી. મહિલાની હાલત જોતા મહિલાને તતકાળ સારવારની જરૂર જણાતી હતી. 

ભારતીય નેવીનાં અધિકારીઓનાં નેતૃત્વમાં કમોર્ટા દ્વીપમાંથી ગર્ભવતી મહિલાને ફાસ્ટ ઇન્ટેર્સેપ્ટર ક્રાફ્ટ (FIC) દ્વારા નેવીનાં જવાનોએ હોસ્પીટલ પહોંચાડવા તજવીજ હાથ ઘરી. જો કે, મહિલાએ એક બાળકને FICમાં જ જન્મ આપ્યો હતો. FCIમાં જ નેવી જવાનો દ્રારા બાળકને સ્વસ્થ્યતા પૂર્વક જન્મ આપવામાં મા ની સહાય કરવામાં આવી અને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી હતી. મહિલા દ્વારા FICમાં જ બાળકને જન્મ અપાતા નેવી દ્નારા મહિલાને ફરી કમોર્ટા દ્વીપ પાછી લઇ જવામાં આવી અને ત્યાનાં સ્થાનિક સારવાર કેન્દ્રમાં ભરતી કરવામાં આવ્યા હતા. જચ્ચા-બચ્ચા સલામત હોવાથી ટાપુ સમુદાયે નેવીનો આભાર માન્યા હતો. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.