Breaking News: પોરબંદર જિલ્લામાં આજે ભારતીય નૌસેનાના અનમેન્ડ એરિયલ વ્હીકલ (Indian Navy UAV Crash) સાથે જોડાયેલી ઘટના સામે આવી છે. ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં ઉડાન દરમિયાન નૌસેનાનું UAV અચાનક જમીન પર તૂટી પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, UAV ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા તે નિયંત્રણ ગુમાવીને નીચે પટકાયું હતું. જોકે, ડ્રોન નિર્જન વિસ્તારમાં ક્રેશ (Indian Navy UAV Crash) થતાં મોટી દુર્ઘટના ટળી હતી.
ઘટનાની જાણ થતાં જ ભારતીય નૌસેનાના અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી અને કોઈ મોટી માલમિલકતને પણ નુકસાન થયું હોવાના અહેવાલ નથી.
Indian Navy UAV Crash: સુરક્ષા એજન્સીઓએ વિસ્તાર કોર્ડન કર્યો
UAV ક્રેશ (Indian Navy UAV Crash) બાદ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે. ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે અને કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે લોકોને દૂર રાખવામાં આવી રહ્યા છે.
ઉચ્ચસ્તરીય તપાસ શરૂ
ભારતીય નૌસેનાએ UAV ક્રેશ (Indian Navy UAV Crash) થવાના કારણોની તપાસ શરૂ કરી છે. ટેકનિકલ ખામી, મિકેનિકલ નિષ્ફળતા અથવા અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે નિષ્ણાતોની ટીમ તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:ઇઝરાયલે તોડી પાડ્યા 40 ઇરાની UAV ડ્રોન, ભારતીય વાયુસેનાએ જાહેર કર્યો વીડિયો
આ પણ વાંચો:દેશનો સૌથી મોટો UAV પ્રોજેક્ટ 1650 કરોડનો, સરકારે અચાનક કેમ કર્યો બંધ ?
આ પણ વાંચો:કર્ણાટકમાં ક્રેશ થયું DRDO નું રૂસ્ટમ 2 UAV, ટ્રાયલ દરમિયાન સર્જાયો અકસ્માત
