મુંબઇ
દુનિયાની જાણીતી ભારતની ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ગર્ભવતી છે.સાનિયાએ પોતાનું ભાવિ સંતાન પુત્રી હોવાની દુઆઓ માંગી છે.મુંબઈમાં આયોજીત મહિલા વિકાસ અને ગર્લ ચાઇલ્ડના ઈવેન્ટમાં સાનિયાએ જણાવ્યું કે તેને પુત્રી જન્મે તેવી પાર્થના કરજો.
ભારતીય ટેનિસ સેન્સેશન સાનિયા મિર્ઝા એ જણાવ્યું કે તે જ્યાં પણ જાય છું ત્યાં લોકો દિકરો થવાની જ દુઆ કરે છે. સંતાનમાં પુત્ર હોવો તે આપણા સમાજનું માઇન્ડ સેટ થઈ ગયું છે અને આપણે આ વિચારથી બહાર નિકળવું પડશે. હું બધાને એજ કહું છું કે મને દિકરી થવાના આશિર્વાદ આપે.
પાકિસ્તાનના જાણીતા ક્રિકેટર સોએબ અખ્તર સાથે લગ્ન કરી ચુકેલી ટેનિસ સ્ટાર સાનિયાએ જણાવ્યું કે તેઓ બે બહેનો હોવા છતા ક્યારે પણ તેમને ભાઈની ખોટ વર્તાઇ નથી. જો કે ભાઇ ન હોવાની વાત પર લોકો અફસોસ વ્યક્ત કરતા હતા. સાનિયાએ 6 વર્ષની ઉંમરથી ટેનીસ રમવાનું શરૂ કર્યું હતું. ઘરે આવતા-જતા લોકો શોર્ટ સ્કર્ટ પહેરીને રમવા પર સાનિયાને અનેક વાર ટોકતા.
પોતાની વાત આગળ વધારતા સાનિયાએ કહ્યું કે આપણે જે નારીવાદની વાત કરીએ છીએ એ નારીવાદ શું છે?. જો પુરૂષો માટે આવો કોઈ શબ્દ નથી તો સ્ત્રીઓ માટે આ ફેમનિઝમ કેમ છે? હું કોઇ ફેમનિસ્ટ નથી, પરતું આ સમાજમાં જે કંઈ પણ છે તેમાં તમામ પર સમાન અધિકાર ધરાવું છું
