Not Set/ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) આજે SCમાં #CAB વિરુદ્ધ રીટ અરજી કરશે

ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) આજે સુપ્રીમ કોર્ટમા # નાગરિકતા સુધારણા બિલ 2019 વિરુધ રીટ અરજી કરશે. બિલનાં સંદર્ભમાં આવી દલીલ કરવામાં આવી રહી છે કે, બિલમાં મુસ્લિમોને સમાવેશ કરવામાં આવ્યો નથી અને ચોક્કસ પ્રકારના 6 સમુદાયનાં લોકોને જ આ બિલ પ્રમાણે ભારતની નાગરિકતા આપવાની બિલમાં જોગવાઇ છે. આજ કારણે મુસ્લિમ વિરોધી બિલ ગણાવી  ઇન્ડિયન […]

Top Stories India

ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) આજે સુપ્રીમ કોર્ટમા # નાગરિકતા સુધારણા બિલ 2019 વિરુધ રીટ અરજી કરશે. બિલનાં સંદર્ભમાં આવી દલીલ કરવામાં આવી રહી છે કે, બિલમાં મુસ્લિમોને સમાવેશ કરવામાં આવ્યો નથી અને ચોક્કસ પ્રકારના 6 સમુદાયનાં લોકોને જ આ બિલ પ્રમાણે ભારતની નાગરિકતા આપવાની બિલમાં જોગવાઇ છે. આજ કારણે મુસ્લિમ વિરોધી બિલ ગણાવી  ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) આજે સુપ્રીમ કોર્ટમા # નાગરિકતા સુધારણા બિલ 2019 વિરુદ્ધ રીટ અરજી કરશે.

  ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) દાવો ટકશે કે કેમ?

બિલમાં સરકાર દ્વારા જોગવાઇ લાવવામાં આવી છે કે, ભારતનાં પડોશી દેશોમાં ધાર્મિક લધુમતિ ધરાવતા અને ભારતમાં આવી 2014 કે તે પહેલા વસેલા અને રાફ્યુજી તરીકે રહેતા લોકોને આ બિલ અંંતર્ગત ભારતની નાગરિકતા આપવામાં આવે. આ બિલમાં 6 સમુદાયોનો સમાવેશ કરવામાં આવ્યા છે. આ 6 સમુદાયમાં મુસ્લિમનો સમાવાશ કરવામાં આવ્યા નથી. સરકાર દ્વારા બિલ મામલે રાજ્યસભામાં ગૃહમંત્રી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ બિલ મુસ્લિમ વિરૂધનું બિલકુલ નથી અને સરકાર દ્વારા પહેલાથી જ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ બિલનો લાભ પડોશમાં વસતા ધાર્મિક માઇનેરીટીના લોકોને મળશે. સરકાર દ્વારા એવુ પણ જણાવવામાં આવ્યું છે કે પોડશમાં ક્યાંય પણ, એક પણ દેશમાં મુસ્લિમ માઇનોરીટીમાં નથી માટે આ બિલમાં મુસ્લિમનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

આપને જણાવી દઇએ કે, #CAB એટલે કે, નાગરિકતા સુધારણા બિલ, કેન્દ્રની મોદી સરકારનાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદના શિયાળુ સત્રમાં પહેલા લોકસભામાં અને ત્યાર બાદ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. લોકસભા અને રાજ્યસભામાં વિરોધ પક્ષોના ભારે વિરોધ વચ્ચે બિલ પાસ થવામાં કે કરાવવામાં કેન્દ્ર સરકારને સફળતા મળી હતી. લોકસભામાં 311 મતો અને રાજ્યસભામાં બિલની તરફેણમાં 125 મતો પડ્યા હતા. વિરોધ પક્ષોની સાથે સાથે દેશભરમાં બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો જે હાલ પણ યથાવત છે.

લોક દ્વારા બિલના વિરોધમા રસ્તા પર ઉતરી આવવામાં આવ્યું છે. ખાસ કરીને બિલનાં વિરોધમાં ઉત્તરપૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોમાં હાલ ભારેલ અગ્નિ જેવી સ્થિતિ છે. અને વિરોધ ધીમેધીમે હિંસક બનતો જાય છે. વિરોધમાં હિંસાને પગલે એક બાળકીનું મોત થયા બાદ અસામ અને પૂર્વોત્તર રાજ્ય પ્રશાસન દ્વારા આર્મીની 3 કોલમની માંગ પણ અલગથી કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે પરિસ્થિતિને પહોંચીવળવા અસામ રાઇફલ્સની બે બટાલીયન પૂર્વોત્તર રાજ્યોમાં તહેનાત છે અને એક બટાલિયન સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.