Putin/ ભારતીયો જબરજસ્ત પ્રતિભાશાળીઃ જાણો પુતિને ભારતીયોના કેમ કર્યા વખાણ

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા શુક્રવારના ભારતીયોને “પ્રતિભાશાળી” જણાવવામાં આવ્યું હતું કે તેઓના માટે કશું અશક્ય નથી. ભારતમાં અખૂટ સંભાવના છે અને વિકાસના કિસ્સામાં શાનદાર પરિણામ પ્રાપ્ત થશે.

Top Stories Gujarat
Putin ભારતીયો જબરજસ્ત પ્રતિભાશાળીઃ જાણો પુતિને ભારતીયોના કેમ કર્યા વખાણ

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Putin) ભારતીયોને (Indians) “પ્રતિભાશાળી” (talented) ગણાવતા જણાવ્યું હતું કે તેઓના માટે કશું અશક્ય નથી. ભારતમાં અખૂટ સંભાવના (Potential) છે અને વિકાસના (development) કિસ્સામાં શાનદાર પરિણામ પ્રાપ્ત થશે. ચાર નવેમ્બરે રશિયાના એકતા દિવસ પર પુતિને ભારતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે “વિકાસના કિસ્સામાં ભારતને શાનદાર પરિણામ મળશે. ભારત બધી રીતે સામર્થ્યવાન બની રહ્યુ છે.

પુતિને કહ્યું, “ભારતને જુઓ, અહીં લોકો આંતરિક વિકાસ માટે ખૂબ જ પ્રતિભાશાળી અને પ્રશિક્ષિત છે. અને લગભગ એક- ડેઢ અરબ લોકો જબરજસ્ત મોટી તાકાત છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ને આફ્રિકામાં ઉપનિવેશવાદ, ભારતની ક્ષમતા અને રશિયાની અદ્વીતિય સભ્યતા અને સંસ્કૃતિ વિશેની વાત કરી હતી.

પુતિને જણાવ્યું હતું કે, તેમના દેશ ભારત સાથે સંબંધ ધરાવે છે અને બંને દેશોએ હંમેશા એકબીજાનું સમર્થન કર્યું છે અને ભવિષ્યમાં પણ તે ચાલુ છે. તેમણે રાષ્ટ્રહિતમાં ”સ્વતંત્ર વિદેશ નીતિ” પર ચાલવા માટે પીએમ નરેન્દ્ર મોદીની (Modi) પણ પ્રશંસા કરી.

ઘણી હદ સુધી, ભૂતપૂર્વ વસાહતી સત્તાઓમાં પ્રાપ્ત થયેલ સમૃદ્ધિનું સ્તર આફ્રિકાની (Africa) લૂંટ પર આધારિત છે. દરેક વ્યક્તિ તે જાણે છે. હા, વાસ્તવમાં હવે યુરોપના સંશોધકો આને છુપાવતા નથી. તેઓ કહે છે કે તે નોંધપાત્ર હદ સુધી આફ્રિકન લોકોના દુઃખ અને તકલીફો પર આ સંસ્કૃતિનો પાયો નંખાયો છે. નોંધપાત્ર હદ સુધી આ વાત સાચી છે. તેઓની સમૃદ્ધિનું એક પરિબળ લૂંટ અને ગુલામ વેપાર પર આધારિત છે,” એમ પુતિને કહ્યું.

આ પણ વાંચોઃ