સફળ પરીક્ષણ/ અગ્નિ મિસાઇલનું ભારતે કર્યુ સફળ પરીક્ષણ, મારક ક્ષમતા જાણી પાકિસ્તાનનાં પણ ઉડી જશે હોશ

ભારતે શનિવારે ઓડિશાનાં બાલાસોર કિનારેથી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. અગ્નિ પ્રાઇમ મિસાઇલ અગ્નિ સીરીઝની નવી પેઢીની મિસાઇલ સિસ્ટમ છે, જેની રેન્જ લગભગ 2000 કિમી છે.

Top Stories India
અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ

ભારતે શનિવારે ઓડિશાનાં બાલાસોર કિનારેથી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. અગ્નિ પ્રાઇમ મિસાઇલ અગ્નિ સીરીઝની નવી પેઢીની મિસાઇલ સિસ્ટમ છે, જેની રેન્જ લગભગ 2000 કિમી છે. અગ્નિ પ્રાઇમ બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ સીરીઝની છઠ્ઠી મિસાઇલ છે. આ મિસાઈલ જમીન પરથી જમીન પર માર કરવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો – કોન્ડોમનો જથ્થો મળી આવ્યો / ભાવનગરમાં ગટર ઉભરાતાં કોન્ડોમનો જથ્થો મળી આવ્યો, જાણો શું છે કારણ?

અગ્નિ સીરીઝની વધુ એક અતિ આધુનિક મિસાઈલ ભારતનાં સુરક્ષા કાફલામાં સામેલ થવા માટે તૈયાર છે. ઓડિશાનાં બાલાસોર કિનારે અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અગ્નિ પ્રાઇમ એ અગ્નિ ક્લાસ મિસાઇલોનું નવી પેઢીનું અદ્યતન વર્જન છે. કેનિસ્ટર આધારિત મિસાઈલની રેન્જ 1,000 થી 2,000 કિમીની વચ્ચે છે. પરમાણુ સક્ષમ મિસાઈલ અગ્નિ પ્રાઇમમાં ઘણી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, પરીક્ષણ દરમિયાન, મિસાઈલે સંપૂર્ણ ચોકસાઈ સાથે તમામ મિશન ઉદ્દેશ્યોને પૂરા કર્યા. એક સરકારી અધિકારીએ શનિવારે મીડિયાને જણાવ્યું કે, પરમાણુ સક્ષમ મિસાઈલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવી છે. અગ્નિ પ્રાઇમને ટ્રેનમાં લઈ જઈ શકાય છે અથવા તો કનસ્તરમાં પણ રાખી શકાય છે. તેમણે કહ્યું કે, આ પરીક્ષણ દરમિયાન પરમાણુ સક્ષમ વ્યૂહાત્મક મિસાઈલ અગ્નિ પ્રાઇમમાં ઘણી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. મિસાઈલ પરીક્ષણે તેના તમામ મિશન ઉદ્દેશ્યોને ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે પૂર્ણ કર્યા. આપને જણાવી દઈએ કે, આ અઠવાડિયે ભારતે ઓડિશાનાં કિનારે આવેલા અબ્દુલ કલામ દ્વીપ પરથી ‘સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ ટોરપિડો સિસ્ટમ’ (SMAT) સફળતાપૂર્વક લોન્ચ કરી હતી. DRDOએ કહ્યું કે, આ સિસ્ટમ એન્ટી સબમરીન યુદ્ધ ક્ષમતાને વધારવા માટે બનાવવામાં આવી છે, જે પરંપરાગત ટોર્પિડોની સીરીઝ કરતા ઘણી વધારે છે.

આ પણ વાંચો – બાંગ્લાદેશ / 50 વર્ષ પહેલા આ દિવસે બાંગ્લાદેશને મળી હતી આઝાદી, 93 હજાર પાકિસ્તાની સૈનિકોએ કર્યું હતું આત્મસમર્પણ

SMAT નાં સફળ પરીક્ષણ પછી, DRDO એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પરીક્ષણ યોજના મુજબ થયું હતું. આ દરમિયાન ઇલેક્ટ્રો ઓપ્ટિક ટેલિમેટ્રી સિસ્ટમ, ડાઉન રેન્જ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ડાઉન રેન્જ શિપ સહિત વિવિધ રેન્જ રડાર દ્વારા સમગ્ર માર્ગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઈલમાં ટોર્પિડો, પેરાશૂટ ડિલિવરી સિસ્ટમ અને રિલીઝ મિકેનિઝમ હતું.