પેરિસ સમર ઓલિમ્પિક્સ 2024 દિવસ 1 : પેરિસ ઓલિમ્પિકમાં મેડલ સ્પર્ધા ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓ રોઈંગ, શૂટિંગ, બેડમિન્ટન, ટેનિસ, ટેબલ ટેનિસ, બોક્સિંગ અને હોકી ઈવેન્ટમાં ભાગ લીધો હતો. શૂટિંગની મેડલ ઇવેન્ટ પણ છે. ક્વોલિફિકેશન સાથે મિક્સડ 10 મીટર એર રાઈફલ ટીમની ફાઈનલ પણ યોજાશે. મોટા નામોમાં પીવી સિંધુ પણ છે.
સૌથી મોટી મેડલની આશા રાખનાર સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી પણ કોર્ટમાં જશે. ટેનિસમાં રોહન બોપન્ના અને એન શ્રીરામ બાલાજીની જોડી ફ્રાન્સ સામે ટકરાઈ હતી. ભારતીય પુરુષ હોકી ટીમે પણ પોતાના અભિયાનની શરૂઆત કરી હતી.
-
પ્રીતિ પવારે 54 કિગ્રા કેટેગરીમાં પહેલો રાઉન્ડ જીત્યો છે. તેમણે વિયેતનામની કિમ અનને હરાવી છે.
-
મહિલા બેડમિન્ટન ડબલ્સમાં ભારતીય જોડી તનીષા ક્રાસ્ટો અને અશ્વિની બોપન્નાની ટક્કર કિમ સો યંગ અને કોંગ હી યંગ સામે થઈ રહી છે.
-
ભારતીય પુરૂષ હોકી ટીમે પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવી હતી. મેચ 2-2ની બરાબરી પર ચાલી રહી હતી. પરંતુ અચાનક મેચ પલટાઈ ગઈ, કેપ્ટન હરમનપ્રીતે ગોલ કરી મેચ જીાડી દીધી હતી.
-
પુરૂષ બેડમિન્ટનમાં સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ફ્રાંસ સામે 21-17, 21-14થી હરાવી પુરૂષ ડબલ્સમાં પોતાની જગ્યા બનાવી છે.
-
લક્ષ્ય સેને પ્રથણ મેચમાં કેવિન કોર્ઢનને 21-9, 22-20થી હરાવ્યો છે.
-
ટેબલ ટેનિસમાં હરમીત દેસાઈ પ્રીલિમિનરી રાઉન્ડમાં 4-0થી જીત નોંધાવી આગળના રાઉન્ડમાં પહોંચી ગયો છે.
-
મનુ ભાકર 10 મીટર પિસ્ટોલ સ્પર્ધામાં ફાઈનલમાં પહોંચી ગઈ છે. છઠ્ઠી સિરીઝમાં તેનો સ્કોર 96 હતો.
આ પણ વાંચો:ભારતીય હોકી ટીમ મિશન શરૂ કરશે, આ રહ્યું સંપૂર્ણ સમયપત્રક, આ ટીમો સાથે સ્પર્ધા
આ પણ વાંચો:મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટની ફાઇનલમાં બનાવી જગ્યા…
આ પણ વાંચો:પેરિસમાં ઓલિમ્પિકના ઓપનિંગ સેરેમની પહેલા હંગામો,કરાઈ આગચંપી અને તોડફોડ
