Not Set/ ઇન્ડોનેશિયામાં તેલના કુવામાં લાગી ભયાનક આગ, 20થી વધુ લોકોના મોત

ઈન્ડોનેશિયા, ઈન્ડોનેશિયામાં એક ગેરકાયદેસર રીતે ચાલી રહેલ ક્રૂડ ઓઈલના કુવામાં આગ લાગતા ૨૦થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે ૪૦થી વધુ લોકો ઘાયલ થયા છે.  લગભગ ૨૫૦ મીટર ઊંડા આ કુવામાં ૭૦ મીટર ઊંચી આગની જ્વાળા ઉઠી હતી. જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનુ સામે આવ્યુ છે. ઘાયલો પૈકી કેટલાકની હાલત ગંભીર છે જેથી મૃતાંક વધવાની […]

World
1694707 firefightersafp 1524634794 221 ઇન્ડોનેશિયામાં તેલના કુવામાં લાગી ભયાનક આગ, 20થી વધુ લોકોના મોત

ઈન્ડોનેશિયા,

ઈન્ડોનેશિયામાં એક ગેરકાયદેસર રીતે ચાલી રહેલ ક્રૂડ ઓઈલના કુવામાં આગ લાગતા ૨૦થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે ૪૦થી વધુ લોકો ઘાયલ થયા છે.  લગભગ ૨૫૦ મીટર ઊંડા આ કુવામાં ૭૦ મીટર ઊંચી આગની જ્વાળા ઉઠી હતી. જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનુ સામે આવ્યુ છે. ઘાયલો પૈકી કેટલાકની હાલત ગંભીર છે જેથી મૃતાંક વધવાની દહેશત છે.

indonesia fire.jpg 1718483346 ઇન્ડોનેશિયામાં તેલના કુવામાં લાગી ભયાનક આગ, 20થી વધુ લોકોના મોત

તંત્રનુ કહેવુ છે કે કેટલાક લોકો જુના કુવામાં ખોદકામ કરી રહ્યા હતા ત્યારે અચાનક આગ લાગી ગઈ હતી. આ ક્રૂડ ઓઈલનો કુવો ગેરકાયદેસર રીતે ખોદવામાં આવ્યો હતો, જેથી ત્યાંથી ક્રૂડ ઓઈલ એકઠુ કરવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. દરમિયાન આ ક્રૂડ ઓઈલનો કુવો ઓવરફ્લો થતા સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા. તે દરમિયાન ત્યાં કોઈએ સીગરેટ સળગાવતા આ આગ લાગી હતી. આસેહ પ્રાંતમાં ક્રૂડ ઓઈલના કુવાઓનુ ગેરકાયદેસર સમારકામની ઘટના પહેલા પણ સામે આવી ચુકી છે.

fire ઇન્ડોનેશિયામાં તેલના કુવામાં લાગી ભયાનક આગ, 20થી વધુ લોકોના મોત

પોલીસનું કહેવું છે કે જયારે આગ લાગી ત્યારે કેટલાક લોકો આજુબાજુ માંથી તેલ એકત્રિત કરી રહ્યા હતાં. હાલ સ્પષ્ટ નથી કે કેટલુ તેલ ફેલાયું છે. કઈ રીતે આ આગ લાગી તે હજુ સ્પષ્ટ નથી. આગને કાબુમાં મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. દુર્ઘટનામાં આસપાસના કેટલાક મકાન પણ સળગી રહ્યા છે.

sequence 07.00 00 09 05.still002 ઇન્ડોનેશિયામાં તેલના કુવામાં લાગી ભયાનક આગ, 20થી વધુ લોકોના મોત

સ્થાનિક બચાવદળના પ્રમુખ શ્યાહીરજલ ફૌજીએ જણાવ્યુ હતું કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૨૦ લોકોના મોત થયા છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ આગમાં મોટાપ્રમાણમાં લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર મામલાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.