Not Set/ અંકલેશ્વરનાં પિલુદ્રા ખાતેની વનખાડીમાં ઔદ્યોગિક દુષિત પાણી ભળતા ખેડૂતોમાં રોષ

  અંકલેશ્વર. અંકલેશ્વર તાલુકાનાં પિલુદ્રા ગામ પાસેથી પસાર થતી વનખાડીનાં પાણી ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે. પરંતુ વનખાડીનાં પાણીમાં પાનોલીનાં ઔદ્યોગિક દુષિત પાણી ભળતા ખેડૂતો અને ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આપણે જણાવી દઈએ કે પિલુદ્રા, ઉમરવાડા, આલુંજ, પારડી સહિતનાં ગામોમાંથી પસાર થતી વનખાડીનાં પાણીનો ઉપયોગ ખેડૂતો સિંચાઈ માટે કરે છે. પશુઓ પણ ખાડીનાં પાણી […]

Top Stories Gujarat Others
kdslkfslk અંકલેશ્વરનાં પિલુદ્રા ખાતેની વનખાડીમાં ઔદ્યોગિક દુષિત પાણી ભળતા ખેડૂતોમાં રોષ

 

અંકલેશ્વર.
અંકલેશ્વર તાલુકાનાં પિલુદ્રા ગામ પાસેથી પસાર થતી વનખાડીનાં પાણી ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે. પરંતુ વનખાડીનાં પાણીમાં પાનોલીનાં ઔદ્યોગિક દુષિત પાણી ભળતા ખેડૂતો અને ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આપણે જણાવી દઈએ કે પિલુદ્રા, ઉમરવાડા, આલુંજ, પારડી સહિતનાં ગામોમાંથી પસાર થતી વનખાડીનાં પાણીનો ઉપયોગ ખેડૂતો સિંચાઈ માટે કરે છે.

પશુઓ પણ ખાડીનાં પાણી પીવે છે. વનખાડીમાં પાનોલી ઔદ્યોગિક વસાહતમાંથી દુષિત પાણી છોડવામાં આવતા ખાડીનાં પાણી પ્રદુષિત થઇ ગયા છે. આ અંગે તંત્રને રજૂઆત કરવા છતા હજૂ સુધી કોઈ નક્કર પગલા લીધા નથી. વધુમાં વનખાડીનાં પાણીથી થતી ખેતીમાં શેરડી, ડાંગર, સહિતનાં પાકોને પણ નુકશાનીની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

ગામનાં આગેવાન અને ખેડૂત જીજ્ઞેશ પટેલે રોષ પૂર્વક જણાવ્યુ હતુ કે,

“અગાઉ વનખાડીનાં પાણીમાં ઉદ્યોગોનું પાણી ભળતા આ અંગે ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈજ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા ભૂતકાળનું પૂર્ણાવર્તન થયુ છે.”

જો વાત કરવામાં કે હવે વનખાડીને પણ બેજવાબદાર ઉદ્યોગો આમલાખાડી બનાવી દેશે તેવો રોષ વ્યક્ત કર્યો હતો.