Not Set/ ઔદ્યોગિક ઉત્પાદનનાં વૃદ્ધિ દરમાં દેખાઇ નરમાઇ, ચાર મહિનાની નીચી સપાટી પર પહોચ્યો

ખાણકામ અને ઉત્પાદન ક્ષેત્રનાં નબળા પ્રદર્શનને કારણે, જૂન મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનનો વિકાસ દર બે ટકા પર આવી ગયો છે. આ છેલ્લા ચાર મહિનાની નીચી સપાટીએ છે. શુક્રવારે સત્તાવાર ડેટામાં તેની જાણકારી આપવામાં આવી હતી. ગત વર્ષે જૂનમાં, ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક (આઈઆઈપી) સાત ટકાનાં દરે વધ્યો હતો. અગાઉ આઈઆઈપી ગ્રોથ ફેબ્રુઆરીમાં 0.20 ટકાનાં નીચા સ્તરે રહ્યો […]

Business
growth iip ઔદ્યોગિક ઉત્પાદનનાં વૃદ્ધિ દરમાં દેખાઇ નરમાઇ, ચાર મહિનાની નીચી સપાટી પર પહોચ્યો

ખાણકામ અને ઉત્પાદન ક્ષેત્રનાં નબળા પ્રદર્શનને કારણે, જૂન મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનનો વિકાસ દર બે ટકા પર આવી ગયો છે. આ છેલ્લા ચાર મહિનાની નીચી સપાટીએ છે. શુક્રવારે સત્તાવાર ડેટામાં તેની જાણકારી આપવામાં આવી હતી. ગત વર્ષે જૂનમાં, ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક (આઈઆઈપી) સાત ટકાનાં દરે વધ્યો હતો.

અગાઉ આઈઆઈપી ગ્રોથ ફેબ્રુઆરીમાં 0.20 ટકાનાં નીચા સ્તરે રહ્યો હતો. આઈઆઈપી માર્ચમાં 2.7 ટકા, એપ્રિલમાં 4.30 ટકા અને મે મહિનામાં 4.60 ટકાનાં દરે વૃદ્ધિ પામ્યો છે. સાંખ્યિકી મંત્રાલયનાં આંકડા મુજબ, આ નાણાકીય વર્ષનાં જૂન ક્વાર્ટરમાં આઈઆઈપી વૃદ્ધિ દર અગાઉના નાણાકીય વર્ષનાં સમાન ત્રિમાસિક ગાળામાં 5.10 ટકાની તુલનાએ ઘટીને 3.60 ટકા રહ્યો છે.

જૂન મહિનામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ રેટ ગત વર્ષનાં સમાન મહિનામાં 6.90 ટકાની તુલનામાં ઘટીને ૧.૨૦ ટકા થયો છે. જૂનમાં મૂડી માલનાં ઉત્પાદનમાં 6.5 ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષે જૂનમાં તે 9.70 ટકાનો વધારો નોંધાયો હતો. વીજ ઉત્પાદનનો વિકાસ દર પણ 8.50 ટકાથી ઘટીને 8.20 ટકા થયો છે.

ખાણકામ ક્ષેત્રનો વિકાસ દર 6.50 ટકાથી નીચે 1.60 ટકા રહ્યો છે. જો આપણે ગ્રાહક આધારિત વર્ગીકરણ જોઈએ, તો તે પ્રાથમિક વસ્તુઓમાં 0.5 ટકા અને ગૌણ વસ્તુઓમાં 12.4 ટકાની તેજી જોવા મળી હતી. બાંધકામ સંબંધિત વસ્તુઓમાં 1.8 ટકાનો ઘટાડો થયો છે. જૂન મહિનામાં ઉત્પાદન ક્ષેત્રનાં 23 ઔદ્યોગિક ક્લસ્ટરોમાંથી આઠમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.