Not Set/ આ શહેરોમાં સૌથી પહેલા મળશે JIO ગીગા ફાઈબર નેટવર્કની સુવિધા, રિપોર્ટમાં કરાયો દાવો

નવી દિલ્હી, ચાલુ વર્ષના જુલાઈ મહિનામાં મળેલી  RILની એન્યુઅલ જનરલ મિટિંગમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાનીએ ૧૫મી ઓગષ્ટના રોજ જિયો ગીગા ફાઈબર લોન્ચ કરવાનું એલાન કર્યું હતું. જો કે આ સમયે દેશના કયા શહેરોમાં સૌથી પહેલા જિયો ગીગા ફાઈબર નેટવર્ક  મળશે તે અંગે અનેક અટકળો સામે આવી રહી હતી, પરંતુ હવે આ અટકળો પર પૂર્ણવિરામ મુકાવા જઈ રહ્યું છે. […]

Trending Business
reliance jio gigafiber registrations આ શહેરોમાં સૌથી પહેલા મળશે JIO ગીગા ફાઈબર નેટવર્કની સુવિધા, રિપોર્ટમાં કરાયો દાવો

નવી દિલ્હી,

ચાલુ વર્ષના જુલાઈ મહિનામાં મળેલી  RILની એન્યુઅલ જનરલ મિટિંગમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાનીએ ૧૫મી ઓગષ્ટના રોજ જિયો ગીગા ફાઈબર લોન્ચ કરવાનું એલાન કર્યું હતું. જો કે આ સમયે દેશના કયા શહેરોમાં સૌથી પહેલા જિયો ગીગા ફાઈબર નેટવર્ક  મળશે તે અંગે અનેક અટકળો સામે આવી રહી હતી, પરંતુ હવે આ અટકળો પર પૂર્ણવિરામ મુકાવા જઈ રહ્યું છે.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દેશના આ શહેરોમાં સૌથી પહેલા જિયો ગીગા ફાઈબર નેટવર્કની સુવિધા આપવામાં આવશે.

આ શહેરોમાં બેંગલુરુ, રાંચી, પુણા, ઇન્દોર, થાણે, ભોપાલ, લખનઉ, કાનપુર, પટના, અલ્હાબાદ, રાયપુર, નાગપુર, ગાઝિયાબાદ, લુધિયાના, મદુરાઈ, નાસિક, ફરીદાબાદ, કોયટમ્બુર, ગુહાવટી, આગ્રા, મેરઠ, રાજકોટ, શ્રીનગર, અમૃતસર, ચંડીગઢ, જોધપુર, કોટા અને સોલાપુરના નામ શામેલ છે.

Jio Gigafiber plans આ શહેરોમાં સૌથી પહેલા મળશે JIO ગીગા ફાઈબર નેટવર્કની સુવિધા, રિપોર્ટમાં કરાયો દાવો

જો કે જે શહેરોના નામ સામે આવ્યા છે, જે ઓફિશિયલ નથી. આ ઉપરાંત અત્યારસુધીમાં જિયો દ્વારા પણ એ શહેરોના નામનું એલાન કર્યું નથી, જ્યાં સૌથી પહેલા ગીગા ફાઇબર નેટવર્કની સુવિધા મળશે.

રિલાયન્સ AGMમાં મુકેશ અંબાણીએ કર્યું હતું આ સર્વિસનું એલાન

મહત્વનું છે કે, ગત મહિને મળેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની AGMમાં મુકેશ અંબાણીએ જાણકારી આપી હતી કે, જિયો ગીગાફાઈબર સર્વિસના ઈચ્છુક ગ્રાહકો જિયોની વેબસાઈટ અથવા તો માય જિયો એપ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકે છે. સાથે સાથે કંપની દ્વારા દેશભરમાં ૧૧૦૦ શહેરોમાં જિયો ગીગાફાઈબર સર્વિસ પહોચાડવાની આશા જતાવી હતી.