Not Set/ ગૂગલ પાસેથી 10 મિલિયન ડોલરનું રોકાણ મેળવશે આ ભારતીય સ્ટાર્ટ-અપ

ઓનલાઇન ટાસ્ક મેનેજમેન્ટ એપ ડંઝો ગૂગલ જેવા મોટા રોકાણકારો પાસેથી 183 કરોડ રૂપિયા ઉભા કરવાની તૈયારીમાં છે. આ રોકાણ મેળવ્યા બાદ ત્રણ વર્ષ જુના આ સ્ટાર્ટ-અપ વેલ્યુ 100 મિલિયન ડોલર જેટલી થશે. ગયા વર્ષે ગૂગલે ડંઝોમાં 12 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. આ વર્ષે પણ 10 મિલિય ન ડોલરનું રોકાણ બેંગ્લોરમાં રહેલી કંપનીમાં કરશે. ડંઝોના […]

Trending Tech & Auto
google ગૂગલ પાસેથી 10 મિલિયન ડોલરનું રોકાણ મેળવશે આ ભારતીય સ્ટાર્ટ-અપ

ઓનલાઇન ટાસ્ક મેનેજમેન્ટ એપ ડંઝો ગૂગલ જેવા મોટા રોકાણકારો પાસેથી 183 કરોડ રૂપિયા ઉભા કરવાની તૈયારીમાં છે. આ રોકાણ મેળવ્યા બાદ ત્રણ વર્ષ જુના આ સ્ટાર્ટ-અપ વેલ્યુ 100 મિલિયન ડોલર જેટલી થશે.

ગયા વર્ષે ગૂગલે ડંઝોમાં 12 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. આ વર્ષે પણ 10 મિલિય ન ડોલરનું રોકાણ બેંગ્લોરમાં રહેલી કંપનીમાં કરશે. ડંઝોના શરૂઆતના રોકાણકારો પણ આમ ભાગ લેશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Dunzo image e1542365935283 ગૂગલ પાસેથી 10 મિલિયન ડોલરનું રોકાણ મેળવશે આ ભારતીય સ્ટાર્ટ-અપ
mantavyanews.com

જોકે, ડંઝોના પ્રવક્તાએ કંપનીની રોકાણ મેળવવાની પહેલ વિષે કઈ પણ જણાવ્યું નહતું. પ્રવક્તાએ જણાવ્યું કે, એક કંપની હોવાના કારણે અમે રોકાણ વિશેની જાણકારી ન આપી શકીએ. પરંતુ અમે અમારી સેવા, પ્રોડક્ટ્સ વગેરે વિષે વાત કરી શકીએ છીએ.

જણાવી દઈએ કે, ડંઝો લગભગ 30 મિલિયન ડોલર ઉભા કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ડંઝોના સીઈઓ કબીર બિસ્વાસે જણાવ્યું કે, કંપનીને મહત્વાકાંક્ષી યોજનાઓ પાર પાડવા માટે રોકાણની જરૂર છે.