ચેન્નઈ,
હાઈએલર્ટ અને આશંકાઓ વચ્ચે ગાજા તુફાને દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં દસ્તક દીધી છે. તમિલનાડુના નાગાપટ્ટમ ખાતે સૌપ્રથમ પહોચેલા આ તુફાને ખુબ તબાહી મચાવી છે.
અત્યારસુધીમાં ૨૦ થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
મળતી માહિતી ગાજા તુફાનની હવાની ઝડપ અંદાજે ૯૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ હતી.
આ દરમિયાન ઝડપી હવા અને વરસાદના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે નુકશાન થયું છે.
તમિલનાડુમાં આ તુફાનના કારણે ઠેર-ઠેર જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા છે તેમજ ૧૨,૦૦૦થી વધુ વીજળીના થાંભલા જમીન દોસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.